યુવા, બાળકો જે બાબતથી સૌથી વધુ ચિંતાયુક્ત દેખાય છે, ભૂતકાળ, આગળનો ડર અને આપણી સરહદો (પોતાના માટે બનાવાયેલી ધારણા) મુખ્યત છે. આ વાતને વારંવાર વ્યક્ત કરવાની જરૂર છે કે, બાળકોને સ્કૂલમાં મળનારા આંકડા તેમની સફળતા, અસફળતાનું યોગ્ય માપદંડ નથી. સ્કૂલના પ્રદર્શનને માપદંડ બનાવવાનું સૌથી ખરાબ પરિણામ એ છે કે, માત્ર કેટલાક બાળકો જ હોશિયાર સાબિત થાય છે. દર વર્ષે સ્કૂલથી નીકળનારા બાળકોમાં મોટાભાગના બાળકો આ મનોદશા સાથે નીકળે છે કે તે તો ભણવામાં નબળા હતા. યોગ્ય હતા જ નહિ, બહુ સારા ન હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કોઈ એક સ્કૂલની વાત નથી. દર વર્ષે લાખો બાળકો આવી માનસિક પરિસ્થિતિમાંથી પસાર થાય છે. સ્કૂલ બાળકોની દુનિયા બનાવવામાં, તેમાં રંગ ભરવાને બદલા બાળકોને પોતાના સપનામાં રંગવાના પ્રયાસોમાં લાગેલા રહે છે. આ પ્રક્રિયામાં કલા, સંગીત, સ્પોર્ટસમાં રસ ધરાવતા બાળકો હંમેશા પાછળ રહે છે. 


ડિયર જિંદગી : જો બંને સાચા હોય તો?


આ બાળકોના દિમાગમાં ભૂતકાળની યાદગીરીની એવી બેંક બનતી જાય છે કે, જેના પાના શિક્ષકોની વઢ, ધમકાવવા, વાલીઓની અપેક્ષાઓથી ભરેલા હોય છે. કિંગ્સ કોલેજ ઓફ લંડનના વૈજ્ઞાનિકોએ 600થી વધુ લોકોના બ્રેન સ્કેન બાદ આ રિઝલ્ટ આપ્યું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, બાળકોને વાત-વાત પર વઢ્યા કરવું, ધમકાવવાને કારણે તેમના દિમાગ પર નકારાત્મક અસર પડે છે. 


ધમકાવવાને કારણે બાળકોના દિમાગનો જે સૌથી વધુ હિસ્સો પ્રભાવિત થાય છે તેને કોડેટ (Caudate) અને પુટામેન (Putamen) કહેવાય છે. કોડેટ શીખવવાની ક્ષમતાને વિકસિત કરીને લક્ષ્ય કેન્દ્રિત પ્રક્રિયાઓમાં સહાયક બને છે. સાથે જ મેમરીને બનાવી રાખે છે. પુટામેન શીખવવાની ક્ષમતાની સાથે સાથે શરીરની ગતિવિધિઓનું ધ્યાન રાખે છે. આ બાળકોના વ્યક્તિત્વના વિકાસમાં પણ સહાયક બને છે. 


ડિયર જિંદગી : બાળકોની ગેરેન્ટી કોણ લેશે!!


આ શોધ સ્પષ્ટ રૂપથી એ વાતની પુષ્ટિ કરે છે કે, જે બાળકોને વઢ, ફટકારનો સામનો સૌથી વધુ કરવો પડે છે. તેમના દિમાગમાં ડર ઘર કરીને બેસી જાય છે. તેને આપણે સરળ ભાષામાં ભૂતકાળનો ડર કહી શકીએ છીએ. ભૂતકાળનો ડર મનમાં આશાની કૂંપળો ફૂંટવા નથી દેતો. જ્યારે પણ દિમાગ કોઈ નવા રસ્તા પર ચાલવાનો પ્રયાસ કરે છે, તો ભૂતકાળનો ડર તેના પગ ખેંચી લે ચે. આ ડર જિંદગીમાં આગળ જઈને તમને યોગ્ય નિર્ણય લેવા દેતો નથી. 


ભૂતકાળના ડર બાદ હવે આગળના ડરની વાત કરીએ. આગળ એટલે કે ભવિષ્યનો ડર. એવા લોકો જેમને ભૂતકાળના ડરનો સૌથી વધુ સામનો કરવો પડ્યો હોય, તેઓ જિંદગીમાં થોડુંક મળ્યા બાદ, ક્યાંક ઠરીઠામ થયા બાદ આગળ વધવા વિશે વિચારવાનું એકદમ બંધ કરી દે છે. તેઓ આગળની તરફ જોવાનું, વિચારવાનું બંધ કરી દે છે. તેમના સપનામાં માત્ર એક જ ચીજ હોય છે, જ્યાં છો ત્યાં ઠરીઠામ રહો. આજ છે યથાસ્થિતિવાદ. જે તેના રંગમાં રંગી જાય તે યથાસ્થિતિવાદી.


ડિયર જિંદગી : આત્મહત્યાના રસ્તે જનારા બાળકોના નામે એક ભાવુક ચિઠ્ઠી!!


અને અંતમાં વાત કરીએ સરહદની. આપણે આપણું શિક્ષણ, વ્યવહાર અને લોકોની ધારણાના આધાર પર આપણા વિશે એક મત બનાવી લઈએ છીએ. હંમેશા આપણો આ મત આપણી ક્ષમતાથી વધુ લોકોના નજરિયા પર એટલો વધુ આધારિત બની જાય છે કે, આપણે તેના હિસાબે તેને સંચાલિત કરવામાં લાગીએ છીએ. ધ્યાન રાખો કે, દુનિયા તો આપણને આપણી નબળાઈનો અહેસાસ કરાવવા જ બેઠી છે. જો આપણે પણ આપણી નબળાઈ પર ધ્યાન આપતા રહીશું, તો આપણી ખૂબીઓને ભૂલી જઈશું. 


ડિયર જિંદગી: સાથે રહેવા છતા પણ વ્યક્તિ સ્વાતંત્ર્ય


આ વાત તો ખુદને જાણવા-સમજવાની થઈ. આખરમાં સૌથી જરૂરી વાત તો એ છે કે, બાળપણ ભલે ગમે તેવું વીતે... સ્કૂલ, કોલેજ પણ કેવું રહે. કરિયર, અંગત સંબંધો ભલે અત્યાર સુધી પસાર થયા હોય, પરંતુ હવે જે પણ બચ્યું છે, તે અનમોલ છે. તેને યાદગાર બનાવવું છે. બચેલી જિંદગીને સાર્થક, ખુશનુમા બનાવવી આપણા હાથમાં છે. તેને આપણાથી કોઈ છીનવી નથી શક્તુ. 


આ વિશ્વાસ જેટલો વધુ મજબૂત થશે, જિંદગીની નાવડી મુશ્કેલીના સમુદ્રમાંથી તેટલી જ સહજતાથી સફર કરશે !!!