જ્યારે પણ તમે કોઈ 'એવા' વળાંક પર જવા માંગતા હોવ, જ્યાંથી તમે ક્યારેય પસાર ન થયા હોવ, ત્યારે તમારો ભૂતકાળ હંમેશા સામે આવી જાય છે. જુસ્સાના સહારે ચાર ડગલા આગળ વધો કે ભૂતકાળ તમારા પગ પાછા ખેંચવામાં લાગી જાય છે. અતીત, ભવિષ્યનો હાથ જળોની જેમ પકડી રાખે છે. તે વારંવાર તમને એક એવા ખૂણામાં ધકેલવાની કોશિશ કરે છે, જ્યાં બધા એકદમ પરિચિત છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમે જ્યારે સમયની નાવડીમાં એક ડગલું આગળ વધી રહ્યાં હોવ ત્યારે ભૂતકાળ તરફ જોવું ત્યારે તો એકદમ યોગ્ય લાગે છે. જે રીતે હવામાનની ભવિષ્યવાણી કરતા વખતે તમે ગત વરસના આંકડામાંથી પસાર થાવ છો. પરંતુ આંકડા ફક્ત ગત વર્ષની વાર્તા નથી હોતા. તેઓ જ્યાં સુધી તેમાં જે તે સમયની વાત કરવામાં આવી રહી હોય તે સમયનો રંગ ન ભળે ત્યાં સુધી ઉપયોગી હોતા નથી. આ વાત આપણે સૌથી વધારે ત્યારે ધ્યાનમાં રાખવાની જરૂર છે જ્યારે આપણે ભૂતકાળમાંથી બહાર આવવાની કોશિશ કરી રહ્યાં હોઈએ છીએ. વર્તમાન નદીમાં તરવાની તૈયારી કરી રહ્યા હોઈએ. 


ડિયર જિંદગી : અનોખા સપના !


કેટલાક ઉદાહરણ જોઈએ, જેનાથી ભૂતકાળ, વર્તમાન વચ્ચે યોગ્ય તાલમેળ બેસાડવામાં સરળતા રહેશે...


1. અનુભવ, ભૂતકાળના ઓછાયાથી બચવું: અનુપમા એક મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરે છે. તેને સાથે કામ કરતા એક સાથી જોડે પ્રેમ થઈ ગયો. બંને એક જ જાતના હતાં આથી પરિવાર તરફથી કોઈ વિધ્ન ઊભું થવાની શક્યતા નહતી. પરંતુ એક પેંચ ફસાઈ ગયો. અનુપમાના ભાઈએ પોતે પ્રેમ લગ્ન કર્યા હતાં. પરંતુ બે જ વર્ષમાં ડિવોર્સ થઈ ગયાં. આથી તેનો ભાઈ અડી ગયો. 


તે પોતાનો અનુભવ બહેન પર થોપવા લાગ્યો. તેઓ ભૂતકાળ સાથે એવા ચિપકેલા છે કે અનુભવ, ભૂતકાળની છાયાં પોતાના પરિવાર પર લાદવામાંથી જરાય ચૂકતા નથી. પરિવારમાં કંકાસ છે. બહેન તણાવમાં છે. કારણ કે તે ભાઈનું ખુબ સન્માન કરે છે. તે લગ્ન પણ તોડવા માંગતી નથી. પરંતુ ભાઈની પણ તેને એટલી જ ચિંતા છે. 


ડિયર જિંદગી : એકલતાનું બોગદું અને ‘ઓક્સિજન’!


2. બધાની સલાહ જરૂરી નથી: આપણે બાળપણથી સાંભળતા આવ્યાં છીએ કે કોઈ મોટું કામ કરતી વખતે બધાની સલાહ લેવી જોઈએ. ઘર, નોકરી, લગ્ન. ભારતીયો લગભગ આ ત્રણથી વધુ મહત્વ કોઈને આપતા નથી. તેમાંથી ઘર અને એક હદ સુધી લગ્ન અંગે તો યોગ્ય છે પરંતુ નોકરી કરવા, પરિવર્તન અંગે બધાની સલાહ લેતા લેવા રહેવામાં તમે ક્યારેય યોગ્ય નિર્ણય લઈ શકશો નહીં. અરમાન વર્મા આઈટી કંપનીમાં એક એવી વ્યક્તિના નેતૃત્વ હેઠળ કામ કરે છે, જેનું મોટું નામ છે. તેમને ઓછામા ઓછી એવી બે તક મળી જેના દ્વારા તેઓ પોતાના માટે કઈંક સારું કરી શકત. પરંતુ તેમણે પોતાના બોસ એટલે કે મોટા વડની નીચે રહેવાનું સ્વીકાર્યુ. કારણ કે તેઓ માને છે કે આગળ વધવામાં મોટું જોખમ છે. તેઓ જોખમ ઉઠાવવા માંગતા નહતાં. જેના કારણે તેઓ તેમની સાથે રહેનારા બધા કરતા પાછળ રહી ગયા. આગળ જઈને બોસે પણ તેમનો સાથ છોડી દીધો. તેઓ એક એવા દેશમાં જતાં રહ્યાં કે જ્યાં તેમનું જવું શક્ય નહતું. જ્યાં સુધી તમે બીજાની આંગળી છોડીને પોતાના માટે રસ્તો નહીં બનાવો ત્યાં સુધી આવા જોખમો હંમેશા આવતા રહેશે. 


ડિયર જિંદગી : દિવાળીની ત્રણ કથાઓ અને બાળકો...


3. લોકો શું વિચારશે!: આપણે અંગત, એટલે સુધી કે પ્રોફેશનલ નિર્ણય લેતી વખતે  પણ એ વાતથી પરેશાન રહીએ છીએ કે લોકો શું કહેશે. ભારતમાં આ એક સૌથી મોટો રોગ છે. કોઈ કશું વિચારતા નથી, કોઈ કશું કહેતા નથી, કારણ કે કોઈની પાસે સમય નથી. હાં, લોકો તમારી ટીકા કરશે, ટોણા મારશે. પરંતુ તેનાથી જીવનમાં કોઈ પરિવર્તન આવતું નથી! કોઈ સર્જનાત્મક વળાંક આવતો નથી. કોઈ દિશા મળતી નથી. લોકો કરતા પોતાના મન પર ભરોસો રાખો. ત્યાંથી નીકળેલો રસ્તો તમને કદાચ કોઈ દિશા આપી શકે. 


જેટલું શક્ય હોય, પોતાની જાતને, પોતાના નિર્ણયો અને દ્રષ્ટિકોણને ભૂતકાળના ઓછાયાથી બચાવો. તેમાંથી કઈંક પાઠ જરૂર ભણી શકો, પરંતુ તેના અનુભવ સાથે ચિપકી રહી શકાતું નથી. એકમાત્ર મનુષ્ય જ એવો છે જેમાં નિર્ણય લેવાની, તેને બદલવાની અને સુધારવાની યોગ્યતા છે. આ વાત બહુ સારી રીતે જાણવા છતાં આપણે તેને કેટલું ઓછું જીવનમાં ઉતારીએ છીએ. તે આગળ જઈને જીવનમાં તણાવનો રસ ઘોળવાની  સાથે નિરાશા, ડિપ્રેશનનું મોટું કારણ બને છે. 


તમામ લેખો વાંચવા માટે કરો ક્લિક - ડિયર જિંદગી


ઇમેલ : dayashankar.mishra@zeemedia.esselgroup.com 


સરનામું :  
ડિયર જિંદગી (દયાશંકર મિશ્રા)
Zee Media,
વાસ્મે હાઉસ, પ્લોટ નં. 4, 
સેક્ટર 16 A, ફિલ્મ સિટી, નોઇડા (યુપી) 


(લેખક ઝી ન્યૂઝના ડિજિટલ એડિટર છે)


(https://twitter.com/dayashankarmi)


તમારા સવાલ અને સૂચનો ઇનબોક્સમાં જણાવો : 


(https://www.facebook.com/dayashankar.mishra.54)