કનિકા ચતુર્વેદી, સોશિયલ મીડિયા પર એટલી બધી સક્રિય છે કે દરેક સંબંધી, મિત્ર, પાડોશીની પૂરેપૂરી જાણકારી ધરાવે છે. તેમની સામાન્ય પોસ્ટ ઉપર પણ હજારથી વધુ 'લાઈક' હોય છે. કારણ કે તે પણ દિવસ-રાત ફ્રેન્ડ લિસ્ટમાં લોકો માટે લાઈક ભેગી કરવામાં લાગેલી હોય છે. તેનું સોશિયલ નેટવર્ક એકદમ શાનદાર ચાલી રહ્યું હતું અને ત્યાં જ એક સમસ્યા આવી. એક રાતે સોશિયલ મીડિયામાં તેની સક્રિયતાને લઈને તેની લાડકી પુત્રી, પતિ સાથે એટલી 'ગરમાગરમ' ચર્ચા થઈ ગઈ કે તેને ઠંડું કરવામાં અનેક દિવસો લાગી રહ્યાં છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પુત્રીનું કહેવું છે કે માતા આજકાલ તેની વાત જરા ઓછી સાંભળે છે. એવું નથી કે માતા તેની ચિંતા નથી કરતી પરંતુ ફક્ત ખુબ જરૂરી વાતો ઉપર જ પૂરેપૂરું ધ્યાન આપે છે. પહેલા પુસ્તકો વાંચતી હતી, મને પણ વાર્તા સંભળાવતી હતી પરંતુ હવે તેમની પાસે બસ બીજાની વાર્તાઓ જ રહે છે. તે પણ અધકચરી. આવી જ કઈંક વાતો તેમના પતિએ કરી, જે સોશિયલ મીડિયાથી એકદમ દૂર છે. 


આ બધા અનુભવ કનિકાએ પોતે જ શેર કર્યાઁ છે. તેનું કહેવું છે કે તે તો સ્માર્ટફોન રાખવા જ નહતી માંગતી, પરંતુ પુત્રી, પતિએ ખુબ ભાર મૂકતા તેણે બેઝિક ફોનની જગ્યાએ સ્માર્ટ ફોન લીધો. હવે આ જ ફોન તેમના ગળાની ફાંસ બની ગયો છે!


કનિકાનું કહેવું છે કે સોશિયલ મીડિયા પર વિતાવેલો સમય તેને અનોખો આનંદ આપે છે. તેણે અનુભવ્યું કે તેની પોતાની એક દુનિયા છે. ઉદયપુર જેવા નાના શહેરથી મુંબઈમાં આવીને રહેવું મુશ્કેલ હતું. સોશિયલ મીડિયાએ પોત પોતાના બંધ ફ્લેટમાં મન, અવાજને જાણે કે એક નવી દિશા આપી છે. ત્યાં એક એવો અવસર છે કે અપરિચિત લોકો પણ તમને તમારી સાથે હોવાનો ભ્રમ પેદા કરે છે!


ડિયર જિંદગી: આત્મહત્યાથી કઈ બદલાશે નહીં!


આ ભ્રમ ધીરે ધીરે માનસિક રોગમાં ફેરવાય છે. તમને એવું લાગે છે કે કોઈ તમારી પ્રતિક્ષામાં છે. કોઈને તમારી લાઈક, ટિપ્પણીની એટલી જરૂર છે કે તેના વગર તેની જિંદગી જ અધૂરી રહી જશે. 


કનિકા અસલમાં થોડાઘણા એકલાપણાથી ઘભરાઈને 'અંધારા'માં દેખાતા 'આગિયા'ને સાથી ગણી બેઠી. આ તેની એકલતાનો વાંક નથી. આખી દુનિયા આ લતનો શિકાર થઈ રહી છે. આપણે સમજી નથી શકતા કે બજાર કેવી રીતે ચોરીછૂપે સ્માર્ટ ફોનના સહારે આપણા મગજને વાંચવાનું કામ કરી રહ્યું છે. 


હવે વ્હોટ્સ એપ તો જાણે 24 કલાકનું કામ થઈ ગયું છે. દિવસ રાતનું અંતર જ જાણે મીટાવી દીધુ છે. આપણી ઊંઘ ઓછી થઈ ગઈ. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) મુજબ ભારતીયો દુનિયામાં સૌથી ઓછી ઊંગ મેળવનારામાં ખુબ ઝડપથી આગળ વધી રહ્યાં છે. આ જ કારણ છે કે ભારત ઝડપથી ડાયાબિટિસના સૌથી વધુ દર્દીઓ ધરાવનારો દેશ બની રહ્યો છે. મેદસ્વીપણું વધી રહ્યું છે. આંખો નબળી પડી રહી છે. બધાને હળવું મળવું, ગપ્પા હાંકવા એ બધુ મોબાઈલની દુનિયામાં કેદ થઈ ગયું છે!


ડિયર જિંદગી: 'મોટા' થતા થતા શું?


કનિકા પણ આવા જ એક દુનિયામાં કેદ થઈ ગઈ હતી. સારી વાત એ થઈ કે મોબાઈલથી શરૂ થયેલો વિવાદ એક સકારાત્મક વળાંક પર ખતમ થયો. આ ઝગડા વચ્ચે તેની સાસુ થોડા દિવસ માટે તેની પાસે રહેવા આવી. તેણે આસપાસના લોકોને હળવા મળવાનું બંધ, ખતમ થયેલો 'કોરિડોર' ફરી શરૂ કરી દીધો. મોબાઈલ પર સોશિયલ મીડિયા, વ્હોટ્સએપનો ઉપયોગ સીમિત કરવામાં આવ્યો. નવા પુસ્તકો ખરીદવાનું બજેટ વધારવામાં આવ્યું. ફિલ્મો જોવા,ગપ્પા હાંકવાનો સમય બમણો કરવામાં આવ્યો. 


આ બધા વચ્ચે આંખોના ડોક્ટરે એમ કહીને પણ ચિંતા વધારી દીધી કે મોબાઈલ પર બધુ વાંચવાથી આંખોમાં અનેક પ્રકારની સમસ્યા થઈ શકે છે. જેમ કે ઘરમાં ચાલવાને તમે વોકિંગ ન કહી શકો. એમ જ પુસ્તકો, અખબાર વાંચ્યા વગર આંખોને પૂરો અભ્યાસ થતો નથી. આંખોને દર્દમાંથી રાહત અપાવવા, તેને શક્તિશાળી બનાવવા માટે પુસ્તકો, અખબાર, મેગેઝીનની 'સેર' જરૂરી છે. કનિકા, તેના પરિવારે તો જોખમને સમયસર ભાંપી લીધો! જોઈએ, ક્યાંક આપણા ઘરની પણ આ જ કહાની તો નથી ને!


તમામ લેખો વાંચવા માટે કરો ક્લિક - ડિયર જિંદગી
ઇમેલ : dayashankar.mishra@zeemedia.esselgroup.com 


સરનામું :  
ડિયર જિંદગી (દયાશંકર મિશ્રા)
Zee Media,
વાસ્મે હાઉસ, પ્લોટ નં. 4, 
સેક્ટર 16 A, ફિલ્મ સિટી, નોઇડા (યુપી) 


(લેખક ઝી ન્યૂઝના ડિજિટલ એડિટર છે)


(https://twitter.com/dayashankarmi)


તમારા સવાલ અને સૂચનો ઇનબોક્સમાં જણાવો : 
(https://www.facebook.com/dayashankar.mishra.54