બાળકોને તમારા જેવા નહી બનાવતા. વાત જરૂર વિચિત્ર લાગી શકે છે ! કદાચ અસંબંધ પણ લાગી શકે છે. જો કે જ્યારે આપણે એક પાટા પર ચાલવા માટે અભ્યસ્ત થઇ જઇએ છીએ તો આવું થાય છે. માતા પિતાનું સૌથી મોટુ સંકટ બાળકો પર નિયંત્રણ મુદ્દે છે. આપણે બાળકોને આકાશમાં ઉડવાની વાત ચોક્કસ કરીએ છીએ પરંતુ એવું કરતા સમયે તેએ કઇ દિશામાં ઉડશે તેનો અધિકાર આપણી પોતાની પાસે રાખીએ છીએ ! આપણે ભુલી જઇએ છીએ કે બાળકો આપણા થકી છે પરંતુ આપણા માટે નથી !

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યાં સુધી આપણે બાળકોને એક સંપત્તીની જેમ પ્રેમ કરવાનું નહી છોડીએ. આપણે તેમની સાથે જીવનનો આનંદ નહી લઇ શકીએ. ધ્યાન રાખવું કે તે આપણી સાથે રહે જરૂર છે પરંતુ તે આપણા નથી. જે રીતે એક વિશાળ જંગલમાં હજારો વૃક્ષો હોય છે એકથી એક ચડિયાતા ગુણો વાળા. કેટલાકની વનસ્પતિઓ, વિવિધતા હોય છે. જંગલ પર કોઇ નિયંત્રણ નથી રાખતું. તેને માત્ર વાતાવરણ પુરૂ પાડવામાં આવે છે. તે પોતાની ક્ષમતા નિયંત્રણનાં બદલે વાતાવરણ પ્રદાન કરવા લાગે છે. આપણે પણ આ જ કરવાનું છે. બાળકોને બસ વાતાવરણ આપવાનું છે. તેમની સાથે જંગલની જેમ વ્યવહાર કરવાનો છે, સર્કસની જેમ નહી. જે રીતે સર્કસમાં અત્યંત શક્તિશાળી, હુનરબાજ જાનવર કેમ ન હોય તેની સ્વતંત્રતા હોતી નથી. તેવી જ રીતે આપણે જો બાળકોને વધારે નિયંત્રણમાં રાખીને તેનું પાલનપોષણ કરીશું તો તેની ચેતના ક્યારે પણ વિકસિત નહી થઇ શકે. 

બાળકોનો નિયંત્રિત ઉછેર એક પ્રકારે પિંજરામાં મુકેલા પોપટને પાળવા જેવો છે. તેનાં બે પરિણામ જોવા મળ્યા છે. પહેલું પક્ષી તમારા નિયંત્રણમાં રહે છે, તમારી મરજી વગર ક્યાંય પણ નથી જતું. પિંજરુ ખુલ્લુ મુકવા છતા પણ તે ક્યારે બહાર નથી આવતું. બીજું તે હંમેશા માટે બાહ્ય વિશ્વનો સામનો કરવાની શક્તિ ગુમાવે છે. હવે તે માત્ર તમારા પર જ નિર્ભર છે કે તમે કેવો પોપટ ઇચ્છો છો. 

મારો એક મિત્ર છે, જેને પશુ, પક્ષીઓ પ્રત્યે ખુબ જ પ્રેમ છે. તેમનાં ઘરે અનેક પશુ પંખીઓ છે. તે ઘણી વખત કહે છે કે બાળકોનાં ઉછેર અને પ્રાણીઓનાં ઉછેરમાં કોઇ ફરક નથી. બસ એક જ ફરક છે, જાનવરને તમારે શાળાએ નથી મોકલવાનું હોતું. તેની પાસેથી તમે ઉછેરનાં બદલે કોઇ અપેક્ષા નથી રાખતા (અલબત્ત મોટો થઇને મારૂ ઘડપણ પાળશે તેવા પ્રકારની !)એટલા માટે જાનર સાથે તમારા સંબંધ અનેક ઉંડા હોય છે. અનેક ગણુ તે સ્નેહ પુર્ણ હોય છે. 


તમે મહાન કવિ, દાર્શનિક, ચિત્રકાર ખલીલ જિબ્રાનનું નામ સાંભળ્યું હશે. ખલીલ સીરિયામાં જન્મ થયો, ત્યાર બાદ અમેરિકા જઇને વસી ગયા. ધ પ્રોફેટ તેમની સૌથી ઉત્કૃષ્ટ રચનાઓ પૈકીની એક છે. ખલીલ 1931માં આ વિશ્વમાંથી વિદાય લીધી. જો કે તેમની નજરે જોઇ લીધું હતું કે આગામી સમયમાં વિશ્વ કેવા સંકટમાં ફસાવાનું છે. બાળકો સાથેનો વ્યવહાર, ઉછેર, જીવન દર્શન પર જિબ્રાનની વાતોને જો એક જ વાક્ટમાં સમેટવામાં આવે તો તે છે, ''બાળક પ્રત્યે સ્વતંત્ર દ્રષ્ટિ. તેમની સાથે રહેવું પરંતુ તેમને પોતાનાં જેવા બનાવવાનો પ્રયાસ ક્યારે પણ ન કરવો''

જાન્યુઆરી ચાલુ થતાની સાથે જ બાળકો પર પરીક્ષાનું દબાણ થવા લાગે છે. સમગ્ર દેશમાં બાળકોની આત્મહત્યાનાં વધતા કિસ્સાઓની વાત કરી અને નિરંતર સંકેત આપતા રહ્યા કે આપણે બાળકો પ્રત્યે પોતાનાં દ્રષ્ટીકોણમાં પરિવર્તનની જરૂર છે. 
બાળકોને અપેક્ષાથી વધારે પ્રેમ, સ્નેહ અને આત્મીયતા ઇચ્છે છે. આપણે તેનાં સપનાઓને શક્ય તેટલા વધારે તેમનાં બનાવવાનો પ્રયાસ કરવામાં મદદ કરીશું, તેઓ તેટલા જ પ્રસ્ન તશે. તેટલું જ નહી ભલા અને સારા મનુષ્યો બનશે. હવે આપણે પસંદ કરવાનું છે કે આપણે સારા મનુષ્યની જરૂર છે કે રોબોટની જેમ આપણા સંકેતો પર કામ કરનારા ભાવના રહિત રોબોટ !


ઇમેલ : dayashankar.mishra@zeemedia.esselgroup.com 


સરનામું :  
ડિયર જિંદગી (દયાશંકર મિશ્રા)
Zee Media,
વાસ્મે હાઉસ, પ્લોટ નં. 4, 
સેક્ટર 16 A, ફિલ્મ સિટી, નોઇડા (યુપી) 


(લેખક ઝી ન્યૂઝના ડિજિટલ એડિટર છે)


(https://twitter.com/dayashankarmi)


તમારા સવાલ અને સૂચનો ઇનબોક્સમાં જણાવો : 
(https://www.facebook.com/dayashankar.mishra.54)