નવા વર્ષની કિરણ, તડકાની વચ્ચે જ્યારે તમે આ વાંચી રહ્યા હશો, તમારું મન શુભકામનાની વચ્ચે તરી રહ્યું હશે.. તમે બધી તરફથી વ્યસ્ત પણ હશો. આવામાં ડિયર જિંદગીની શુભકામના છે કે આ વર્ષે તમારા મનના તાર એ બધા સાથે જોડાઈ રહે, જેને તમે પ્રેમ કરો છો. જે તમને સ્નેહ કરે છે. તેમની આત્મીયતા, સ્નેહના આંગણામાં તમને જિંદગીના તમામ રંગ મળે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રખ્યાત કવિ કુંવર નારાયણનો કવિતા સંગ્રહ ‘સબ ઈતના અસમાપ્ત’થી પસાર થતા કેટલીક શાનદાર કવિતાઓ, ભાવનાઓ મળી, જેને કહેવા માટે ‘ડિયર જિંદગી’ના અનેક અંક આવે તો પણ ઓછા છે. હાલ તો કેટલીક કોમળ ભાવનાઓ, અનુભવો સાથે મિત્રતા કરીએ. 


કવિતા ‘આવાજેં’ની આ કોમળતા માનો કે જિંદગીમાંથી છટકી ગઈ છે. શું છે, જે આપણને એકબીજા સાથે જોડે છે. ચિઠ્ઠી વગર, તાર વગર. એકબીજા સુધી સંદેશ પહોંચાડનારા સમાજને એકબીજા સાથે જોડનારા તાર કોઈ ગઠનને કારણે પોતાના સંવાદથી ભટકી ગયા છે. કવિ કહે છે...


‘સૂક્ષ્મ કડીઓની જેમ
આપણને એકબીજા સાથે જોડતી
અદ્રશ્ય શ્રૃંખલાઓ
જ્યારે તે નથી રહેતી તો ભીડમાં પણ
આપણે એકલા થતા જઈએ છે...’


આપણા અંદરની સૂક્ષ્મ કડીઓથી જ જીવનને એ ઉર્જા મળે છે, જેનાથી આપણે મુશ્કેલથી મુશ્કેલ સમયનો પણ હસીને સામનો કરી લઈએ છીએ. એકબીજા માટે જીવતા, એકબીજાને બતાવ્યા વગર.


ડિયર જિંદગી : આપણે જેવા છીએ !


હવે જ્યારે દુનિયા ટેલિફોનથી ઘણી આગળ નીકળી ગઈ છે. આપણી વચ્ચે અવ્યક્ત ભાવનાઓની પોટલી કેમ છે. મનનો કચરો ક્યાંય નીકળતો કેમ નથી. જે મનભેદ, અબોલાને કોઈ ઘરમાં બેસવા ન કહે, તે પગ પસારીને બેસ્યો છે. 


આવું એટલા માટે થયું કેમ કે, આપણે આપણી સીમાઓ નાની કરી દીધી છે. સ્વંયને આપણે માત્ર આપણા થવા સાથે બાંધી લીધા છે. જ્યારે ખુલ્લા આંગણામાં દોડનારા બાળકને ફ્લેટમાં દોડવાનું કહેવામાં આવે તો તેની મનોદશા જે થાય છે, તેવી જ આપણી થઈ રહી છે.


હર્યાભર્યાં, સંયુક્ત પરિવારથી બાળક જ્યારે એકાંકી જીવનમાં પોતાની જિંદગીને આકાર આપવા લાગે, તો તેની અંદર સ્નેહ, આત્મીયતાની નદી ધીરે-ધીરે સૂખવા લાગી. કેટલીક હવા તેને અનિયંત્રિત મહત્વકાંક્ષાઓથી મળી, તો માર્કેટની મખમલી ઈચ્છાઓએ તેમાં આગ લગાવી. 


આ બદલાવમાં સૌથી વધુ નુકશાન એ સૂક્ષ્મ ભાવનાઓનું થયું, જેના અદ્રશ્ય તાર આપણી સાથે જોડાયેલા હતા. આપણા સમાજની મૂળ સંરનચા જેમાં સૌની મંગલકામના હતી, તે ધીરે ધીરે ધ્વસ્ત થતી જઈ રહી છે. પહેલા સંયુક્ત પરિવારમાં વિવાદ થવા પર બાળકોને તેનાથી દૂર રહેવાનું કહેવામાં આવતુ હતું. હંમેશા આપણે જોતા હતા કે, મા-કાકી, અન્ય સંબંધોમાં જ્યારે મનભેદ થતા, તો બાળકોના કોમળ મનને કોઈ એેમ ન કહેતું કે, તારા મોટા-નાના કાકા ખરાબ છે. બાળકોને પટ્ટી શીખવાડવાનું ચલણ ઓછુ જ દેખાતુ હતું.


જ્યારે કે આજે આપણે જોઈએ છીએ, સંબંધોમાં જરાક ખટરાગ આવે તો આપણે મોટા બાળકોનો ઉદાહરણ (સાધન) તરીકે ઉપયોગ કરીએ છીએ. એવું કરતા સમયે તેઓ ભૂલી જાય છે કે, તેઓ બાગના રસ્તામાં કાંટા લગાવી રહ્યા છે. તે કાંટા સૌથી વધુ તો તેમને જ વાગવાના છે. દૂર થઈને ક્યારેય સંબંધો બગડતા નથી. દૂર થઈને તો બાબતોને સીધી થવામાં નૈસર્ગિક સમય મળી જાય છે. સંબંધો ત્યારે બગડે છે, ત્યારે મનની ભાવના બદલાય છે. જે વિશે આપણા પ્રિય કવિએ સ્પષ્ટ સંકેત કર્યો છે. 


ઇમેલ : dayashankar.mishra@zeemedia.esselgroup.com 


સરનામું :  
ડિયર જિંદગી (દયાશંકર મિશ્રા)
Zee Media,
વાસ્મે હાઉસ, પ્લોટ નં. 4, 
સેક્ટર 16 A, ફિલ્મ સિટી, નોઇડા (યુપી) 


(લેખક ઝી ન્યૂઝના ડિજિટલ એડિટર છે)


(https://twitter.com/dayashankarmi)


તમારા સવાલ અને સૂચનો ઇનબોક્સમાં જણાવો : 
(https://www.facebook.com/dayashankar.mishra.54)