આપણે મોટાભાગે એ સપના જ જોઈએ છીએ જે આપણને બીજાની આંખથી દેખાડવામાં આવ્યા હોય. જે સપના આપણા વડીલોની આંખમાં વસતા હતા પણ પુરા ન થઈ શક્યા. એવા સપના જે આપણને ભલે પસંદ ન હોય પણ એના પર પ્રતિષ્ઠા અને ગ્લેમરનો ઢોળ ચડાવીને એને આપણા મનમાં અને દિલમાં રોપવામાં આવ્યા હોય. બીજાના દેખાડાયેલા સપનાથી જિંદગી નથી ચાલતી એવુ નથી પણ ખરી મજા તો એ સપનામાં રંગ ભરવામાં છે જે આપણી આંખ અને ચેતનામાં દોડે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અનોખા સપના હકીકતમાં આપણા છે. એ આપણને આપણા અસ્તિત્વનો અહેસાસ કરાવે છે. આવા સપનાઓને આપણી અંદર શોધવા જોઈએ. એના પાછળ પડ્યા વગર એને પુરા નથી કરી શકાતા !


દુનિયા માટે એકથી એક ચડિયાતી શોધ કરનાર લોકોની જીવન પ્રત્યેની વિચારધારા અને તેમનું જીવન ખાસ સંદેશ આપે છે. કોઈ નવો રસ્તો મુશ્કેલીની સીડી ચડ્યા વગર નથી મળતી. આપણે થોમસ આલ્વા એડિશનના જીવનની કથા એટલીવાર સાંભળી છે કે લગભગ કંઠસ્થ થઈ ગઈ છે, પણ એમાંથી શું શીખ્યા છીએ!


ડિયર જિંદગી : એકલતાનું બોગદું અને ‘ઓક્સિજન’!


હાલમાં ભારતીય સમાજ અને યુવાનોની વિચારધારામાં તો આપણને આ જીવન દર્શનની ઝલક જોવા નથી મળતી. આપણી બિઝનેસ સ્કૂલો તેમ એમબીએ કોલેજો આ વિચારધારાને સમજી નથી શકી. આ કારણોસર જોખમ લેવાની માનસિકતાનો લગભગ અંત આવી ગયો છે. હા, છેલ્લા પાંચથી દસ વર્ષમાં સ્ટાર્ટઅપ કલ્ચર આવ્યું છે પણ એમાં કોઈપણ ભોગે ટકી રહેવાનો જુસ્સો ભાગ્યે જ જોવા મળે છે. અહીં પોતાની ઓળખ બનાવવા કરતા સુરક્ષિત રસ્તો શોધીને નિકળવાની લાલચ વધારે જોવા મળી રહી છે. 


આ પરિસ્થિતિને બીજી રીતે જોઈ તો જ્યારે તમે સુરક્ષિત ભવિષ્ય માટે નોકરીની શોધમાં નીકળો છો તો તમારા અનોખા સપનાં સુધી કઈ રીતે પહોંચી શકશો !


ડિયર જિંદગી : દિવાળીની ત્રણ કથાઓ અને બાળકો...


થોડો વધારે વિચાર કરીએ તો ખ્યાલ આવે છે કે એક જમાનામાં દરેક માતા-પિતા પોતાના બાળકને આઇએએસ બનાવવા માગતા હતા! કારણ કે આ પદ સાથે રૂઆબની લાગણી વણાયેલી હતી. આમાં પ્રતિષ્ઠા સાથે આવકના રસ્તા તેમજ સામાજિક રૂઆબ જેવા અનંત કારણો જોડાયેલા હતા. 


જોકે, પછી આ રૂઢિ બની ગઈ જેની તરફ આપણે જેનામાં થોડી પણ પ્રતિભા હોય એવા તમામ બાળકને ધકેલવા લાગ્યા. આવી જડ માનસિકતા અને સુરક્ષિત રસ્તો લેવાની આદતે આપણી એક પેઢીને બરબાદ કરી નાખી. 


થોડા દિવસ પહેલાં મને છત્તીસગઢના એક લેખક તેમજ પૂર્વ આઇએએસ મળ્યા. સંયોગવશાત તેઓ ‘ડિયર જિંદગી’થી માહિતગાર હતા પણ મારાથી નહી. પ્રવાસની શરૂઆતમાં તેમણે ઇન્ટરનેટના વખાણ કરીને નિવેદન કર્યું કે, 'આત્મહત્યા અને તણાવનું જોખમ બહુ વધી ગયું છે. આ મુદ્દે વાત થઈ રહી છે પણ એટલી નહીં જેટલી થવી જોઈએ. જોકે કોઈ ‘ડિયર જિંદગી’ના નામથી લખે છે, સારું છે, ચોક્કસ વાંચજો !'


થોડા સમયના સંવાદ પછી તેમણે પોતાના નાના ભાઈની ત્રીસ વર્ષ જુની વાર્તા કહી જે આટલા વર્ષો પછી પણ સમાજની મોટી ચિંતા છે. 


તેમણે કહ્યું કે, ''મારી આઇએએસમાં પસંદગી પછી મારા પિતા ઇચ્છતા હતા કે મારો ભાઇ પણ આઇએએસ બને. એ ચિત્રકાર બનવા ઇચ્છતો હતો. તેણે જે.જે. સ્કૂલ ઓફ આર્ટસની પ્રવેશ પરીક્ષા પણ પાસ કરી લીધી હતી પણ આ વાતની જાણકારી સમયસર ન મળી. પિતાજીની હઠ હતી જો દીકરો પેઇન્ટર બનશે તો પરિવારની પ્રતિષ્ઠા ખરાબ થઈ જશે. આખરે મારા ભાઈને આઇએએસની તૈયારી માટે દિલ્હી મોકલી દેવામાં આવ્યો. તેની આઇએએસ તરીકે પસંદગી ન થઈ અને આખરે તેણે મુંબઈમાં જ આત્મહત્યા કરી લીધી હતી.''


આ વાત કરતા તેઓ ભાવુક થઈ ગયા હતા અને લાગણી વ્યક્ત કરી કે, ‘કાશ! પિતાજીએ તેમને પોતાના સપના જીવવાની આઝાદી આપી હોત. હું આજેપણ જોઈ રહ્યો છું કે બાળકો પર પોતાના સપના થોપવાનો ક્રમ અટક્યો છે. આપણે ક્યારે પરિપક્વ સમાજ બનીશું!’


તેમના શબ્દો મારા કાનમાં ગુંજી રહ્યા છે.


મન લાગે છે કે ભલે માતા-પિતા ન સમજે. કોઈ પણ ન સમજે પણ કમસેકમ સપના જોનારી આંખોને તો પોતાના સપના પર વિશ્વાસ હોવો જોઈએ. આપણા મગજ પર આપણું એટલું નિયંત્રણ હોવું જોઈએ કે આપણે કોઈના દુખ કે બીજાના નિર્ણયને પોતાના પર કબજો ન કરવા દઈએ. જો આવું નહીં થાય તો આપણે જિંદગીને મળતો ઓક્સિજન આપણા હાથે જ અટકાવી દઇશું.


હું લડીશ. સંઘર્ષ કરીશ. એ બધા સામે જે મારા સપનાને પાગલપણું ગણાવે છે. મારા સપનામાં પોતાના રંગ ભરવાનો પ્રયાસ કરું છું, પણ હું હારીશ નહીં અને પારોઠના પગલાં પણ નહીં ભરું. મારા જીવતા રહીને મારા સપના પુરાં કરવાના છે. જે લોકો મારા જીવતા રહેવાથી નથી બદલ્યા, એ મારા જીવ આપવાથી પણ નહીં બદલે. આ વાતને બહુ ગંભીરતાથી બાળકોના દિલ અને દિમાગ સુધી પહોંચાડવાની જરૂર છે. 


તમામ લેખો વાંચવા માટે કરો ક્લિક - ડિયર જિંદગી


ઇમેલ : dayashankar.mishra@zeemedia.esselgroup.com 


સરનામું :  
ડિયર જિંદગી (દયાશંકર મિશ્રા)
Zee Media,
વાસ્મે હાઉસ, પ્લોટ નં. 4, 
સેક્ટર 16 A, ફિલ્મ સિટી, નોઇડા (યુપી) 


(લેખક ઝી ન્યૂઝના ડિજિટલ એડિટર છે)


(https://twitter.com/dayashankarmi)


તમારા સવાલ અને સૂચનો ઇનબોક્સમાં જણાવો : 


(https://www.facebook.com/dayashankar.mishra.54)