'ડિયર જિંદગી'ને દેશભરમાંથી વાંચકોનો સ્નેહ મળતો રહ્યો છે. અમને દરરોજ નવા અનુભવ, પ્રતિક્રિયાઓ મળી રહી છે. જેટલું શક્ય બને તેટલું અમે તેના પર સંવાદ કરવાની કોશિશ  કરીએ છીએ. આવો જ એક અનુભવ અમને અમદાવાદથી અનામિકા શાહનો મળ્યો છે. અનામિકા લખે છે કે તેમને ત્રણ વડીલોનો પ્રેમ મળે છ. જેમાં નાની, દાદા અને શિક્ષિકા સામેલ છે. આ ત્રણેયની ઉંમર 75 વર્ષની ઉપર છે. ત્રણેય સ્વસ્થ, સુખી અને આનંદમાં રહે છે. ત્રણેયમાંથી કોઈને પણ બીપીની ફરિયાદ નથી, ડાયાબિટિસની, તણાવ, ચિંતાની ફરિયાદ નથી. ત્રણેય ખુબ મળતાવડા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અનામિકા લખે છે કે આ ત્રણેય જેવા પરિવારમાં કોઈ નથી. ખુદ તેમના પિતા, મામા અને બીજા પરિજન છાશવારે એવી વસ્તુઓ અંગે તણાવ ઊભો કરી લે છે કે જેના પર બીજા દિવસે હસવા સિવાય કશું કરી શકાય નહીં. દરરોજ ચિંતામાં ડૂબતા-ઉતરતા રહે છે. આથી, બધાના વિચારમાં આજ નહીં પરંતુ કાલ અને ભવિષ્યના સપના મંડરાયા કરે છે. જ્યારે અમારી વડીલોની મંડળી બધાને એમ કહે છે કે 'પૂત કપૂત તો ધન સંચય કેમ અને પૂત સપૂત તો પણ કેમ ધન સંચય!'


હવે થોડા થોભીને અનામિકાની વડીલ મંડળીના જીવન દર્શન, તેમના પરિણામને સમજવાની કોશિશ કરીએ છીએ. આ ત્રણેય વડીલો સામાન્ય મધ્યમવર્ગીય પરિવારમાંથી આવે છે. તેમને પણ એટલી જ ચિંતાઓ રહી હશે, જેટલી આજે છે. આજકાલ મોટાભાગે લોકો કહે છે કે જીવન પહેલા જેવું જીવવું સરળ નથી! હવે ખુબ મોટી પ્રતિસ્પર્ધા છે. કઈ પણ મેળવવું સરળ નથી. આ એક પ્રકારનો દગો છે. ભ્રમ છે, પોતાની જાતને અસલિયતથી દૂર રાખવાની કોશિશ છે. 


ડિયર જિંદગી: બધાની સાથે હોવાનો ભ્રમ!


સમય હંમેશા એકસરખો રહે છે. પહેલા જેટલો મુશ્કેલ, સરળ હતો, અત્યારે પણ એટલો જ મુશ્કેલ, સરળ છે. ત્યારની સાક્ષી પૂરવા માટે આજના કોઈ હાજર નથી, આજની સાક્ષી પૂરવા માટે કાલે 'તમે' પણ નહીં હોવ. જ્યારે તમે નહીં હોવ તો તે સમયે લોકો કહેશે, અરે! આજે જીવન કેટલું મુશ્કેલ છે, પહેલાનો જમાનો સારો હતો!


તમારો દ્રષ્ટિકોણ કેવો છે તેની અસર જીવન પર પડે છે! તમારો દ્રષ્ટિકોણ જ બધુ છે. આથી, તેને સંભાળી રાખો. પહેલા પણ જીવન સરળ નહતું. સુવિધાઓ ઓછી હતી, સંઘર્ષ અનેક ઘણો વધારે હતો. ત્યારબાદ પણ એવું તે શું કારણ હતું કે આપણું સ્વાસ્થ્ય, જીવનમાં ડિપ્રેશન, તણાવ ઓછા હતાં. આ તો  કઈંક એવું છે કે દવા નહતી તો દર્દ પણ હતા. દવા ઘરમાં આવતા જ આપણે બીમાર  પડી ગયાં. 


આપણે વૃદ્ધો પાસેથી સમજવાની, શીખવાની જરૂર છે કે તેઓ પોતાના કપરા સમયનો સામનો કેવી રીતે કરતા હતાં. જ્યારે  કોઈ રસ્તો ન દેખાય ત્યારે કેવી રીતે તેઓ તે સમયે નિર્ણય લેતા હતાં. કેવી રીતે તેઓ તણાવ, સંબંધોની જટિલતાને પહોંચી વળતા હતાં. કેવી રીતે ઓછા બજેટમાં આપણી જરૂરિયાતો પૂરી થતી હતી. કેવી રીતે ઈચ્છા, જરૂરિયાત અને લાલચના અંતરને સમજતા હતાં. 


ડિયર જિંદગી: આત્મહત્યાથી કઈ બદલાશે નહીં!


આ બધુ એટલા માટે પણ જાણવું જરૂરી છે કારણ કે આપણે તેનું અંતર ભૂલી જઈને જીવનના રસ્તેથી ઉતર્યા જ નથી, પરંતુ બહુ દૂર જતા રહ્યાં છીએ. હાલાત એવી થઈ ગઈ છે કે આપણે રૂપિયા કમાવવાનુ શીખી લીધુ  પરંતુ જીવન જીવવાની બધી રીતો ભૂલી બેઠા છીએ. આથી આપણે ખુશાલીના સપનામાં એવા ખોવાઈ ગયા કે જીવનને 'ફૂલોની નગરી'માંથી રણ બનાવી બેઠા.


આપણે જીવનને તેના હોવાના અસલ અર્થ સુધી પહોંચાડવા માટે સ્વયંની પાસે જવાની જરૂર છે. જેમની પાસેથી તેનો અર્થ મળી શકે તેમની પાસે જવાની જરૂર છે. 


તમામ લેખો વાંચવા માટે કરો ક્લિક - ડિયર જિંદગી
ઇમેલ : dayashankar.mishra@zeemedia.esselgroup.com 


સરનામું :  
ડિયર જિંદગી (દયાશંકર મિશ્રા)
Zee Media,
વાસ્મે હાઉસ, પ્લોટ નં. 4, 
સેક્ટર 16 A, ફિલ્મ સિટી, નોઇડા (યુપી) 


(લેખક ઝી ન્યૂઝના ડિજિટલ એડિટર છે)


(https://twitter.com/dayashankarmi)


તમારા સવાલ અને સૂચનો ઇનબોક્સમાં જણાવો : 
(https://www.facebook.com/dayashankar.mishra.54)