ડિયર જિંદગી: કેટલા `આધુનિક` છીએ આપણે!
આપણે જે દરેક જન્મદિવસે જૂના થઈ રહ્યાં છીએ, તેમને નવી તાજગી ક્યાંથી મળશે. કેવી રીતે મળશે! તેનો ઉપાય ક્યાં છે. આથી ઉંમર તો વધતી જાય છે, પરંતુ સોચ એ જ રહે છે. સોચ, સમજમાં તાજગી, નવાપણું ખુબ ઓછા લોકો મેળવી શકે છે!
યાદના કેટલા સમાનાર્થી શબ્દો છે. બધા જ વિચારી લો. ત્યારબાદ બે પળ માટે થોભો, વિચારો કે આ શબ્દોમાં ક્યાંય 'અતીત' આવ્યો? જો આવ્યો તો ખુબ સારી વાત છે, ન આવ્યો તો બસ તેટલું જ કે આવ્યો હોત તો સારું થાત! આ એટલા માટે કારણ કે નવાની વાત કરતી વખતે આપણે હંમેશા, ભૂતકાળ સાથે ચીપકાયેલા રહીએ છીએ. અતીત સાથે એટલા માટે જોડાયેલા રહીએ છીએ કારણ કે આપણે 'યાદ' શહેરથી પોતાની જાતને બહાર કાઢી શકતા નથી. આપણે નવાની યોજના બનાવતી વખતે હંમેશા જૂનાની આસપાસ હોઈએ છીએ. જો તમે નવાની રચના જૂના ખ્યાલ સાથે કરશો, તો નવું આવશે ક્યાંથી.
આપણે જે દરેક જન્મદિવસે જૂના થઈ રહ્યાં છીએ, તેમને નવી તાજગી ક્યાંથી મળશે. કેવી રીતે મળશે! તેનો ઉપાય ક્યાં છે. આથી ઉંમર તો વધતી જાય છે, પરંતુ સોચ એ જ રહે છે. સોચ, સમજમાં તાજગી, નવાપણું ખુબ ઓછા લોકો મેળવી શકે છે!
ડિયર જિંદગી: કેટલાય સમયથી 'તેમને' મળ્યા નથી...
એક સરળ ઉદાહરણથી સમજીએ...
એક મિત્રના ત્યાં આજથી 20 વર્ષ પહેલા તેની બહેને પ્રેમ વિવાહ કરી લીધા. આગળ જઈને આ પરિવારે એક વિચિત્ર વળાંક જોયો. તેમની બીજી બહેનના લગ્ન સમાજમાં જ સંપૂર્ણ રીતિ રિવાજથી થયાં. પરંતુ પાંચ વર્ષ બાદ તલાક થઈ ગયાં. કારણ કે છોકરાએ જીવનનો ઘણો ખરો હિસ્સો મુંબઈમાં પસાર કર્યો હતો, આથી એક નાના શહેરની છોકરી સાથે તેના મુજબ તાલમેળની સમસ્યા થઈ રહી હતી. મિત્રએ ત્યારે પણ તે સરળતાથી થવા દીધો નહીં. પરંતુ છેલ્લે તલાક થઈ જ ગયાં.
હવે વીસ વર્ષ બાદ...
તેમની પુત્રીએ તેમને સૂચવેલા છોકરા સાથે લગ્ન કરવાની ના પાડી દીધી. તેની પસંદ અલગ છે એટલે ના નથી પાડી. પરંતુ એટલા માટે કારણ કે તેને વધુ શિક્ષિત, પોતાના પ્રોફેશનનો જીવનસાથી જોઈએ. મિત્ર ખુબ ફેશનેબલ છે. સોશિયલ મીડિયા પર આધુનિક વિચારથી લદાયેલા છે. પોતાને આધુનિક કહેવાની કદાચ કોઈ તક છોડતા નથી. હવે પુત્રીની વિરુદ્ધ ઊભા છે.
તેમણે મને પૂછ્યું. મેં કહ્યું, 'ભાઈ કઈ તો નવી વાત કહો. તમે હંમેશા વિરોધમાં જ કેમ ઊભા રહો છો. સમય બદલાઈ ગયો, પરંતુ તમારી સોચ, દ્રષ્ટિકોણ, સમજમાં કઈં જ નવાપણું નથી આવ્યું.'
ડિયર જિંદગી : માતા-પિતાના 'સુખ'ની પસંદગી કરતી વખતે...
તેમણે કહ્યું, 'ના! તે સાચું નથી. જો આમ હોત તો પુત્રીને ઉચ્ચ શિક્ષણ માટે દિલ્હી શું કામ મોકલત. તેને ક્યારેય પુત્રી સમજીને ભેદભાવ કર્યો નથી.'
મેં એમ કહીને મારી વાત પૂરી કરી કે, 'તમે તેને ભણાવી. તેમાં કોઈ અલગ વાત નથી. આજકાલ અલગ તો એ છે કે જો તમે બાળકોને ન ભણાવો. તમે તેને આઝાદી, સુવિધા આપી, જે સહજ માનવીય, પિતાનું સરળ કર્તવ્ય છે. તેમાં અદભૂત કશું જ નથી. હા, તમારી પાસે ખુદને નવા હોવાનું સાબિત કરવાની તક ત્યારે આવી જ્યારે પુત્રીએ તમારી પસંદ સાથે અસહમતિ વ્યક્ત કરી પરંતુ તમે તેનાથી રીસાઈને બેઠેલા છો.'
'તમે કેવા નવા છો! નવા બોલવાથી કામ નહીં બને, નવા દેખાવવું પડશે. નવા સાબિત કરવું પડશે. નવા કોઈ પહેરવાની વસ્તુ નથી, તે નિતાંત આંતરિક વિચાર છે. મનની અંદર જો તમે ન બદલાયા તો બહારનો કોઈ અર્થ નથી.!'
તેમના માટેનો મારો આ અભિપ્રાય તમને કેવો લાગ્યો. તમારા વિચાર શેર કરજો.
તમામ લેખો વાંચવા માટે કરો ક્લિક - ડિયર જિંદગી
ઇમેલ : dayashankar.mishra@zeemedia.esselgroup.com
સરનામું :
ડિયર જિંદગી (દયાશંકર મિશ્રા)
Zee Media,
વાસ્મે હાઉસ, પ્લોટ નં. 4,
સેક્ટર 16 A, ફિલ્મ સિટી, નોઇડા (યુપી)
(લેખક ઝી ન્યૂઝના ડિજિટલ એડિટર છે)
(https://twitter.com/dayashankarmi)
તમારા સવાલ અને સૂચનો ઇનબોક્સમાં જણાવો :