મહારાષ્ટ્રના નાગપુરથી ડિયર જિંદગીને મળેલ એક ઈમેઈલમાં તણાવને દૂર કરવાનો એક પરિવારે પોતાનો રોમાંચક અનુભવ શેર કર્યો છે. અનુજ દૂબેએ લખ્યું છે કે, તેમના પિતા હંમેશા ગામમાં રહે છે. તેઓ પત્ની અને દીકરા સાથે નાગપુરમાં રહે છે. એક ખાનગી કંપની માટે કામ કરતા હોવાથી તેમનું કામ ક્યારેય પૂરુ થતુ જ નથી. તેનાથી તેમની પત્ની અને દીકરો હંમેશા નારાજ રહે છે. અનુજની ઉંમર લગભગ 40 વર્ષ, અને દીકરાની 10 વર્ષની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વચ્ચે અનેક વર્ષો બાદ અનુજના પિતા કેટલાક દિવસો માટે તેમની પાસે નાગપુર રહેવા આવ્યા. અનુજના ઘરે રહેવા છતાં ઓફિસના કામમાં વ્યસ્ત રહેવુ તેમને ગમતુ ન હતું. જ્યારે કે પૌત્રએ પણ ફરિયાદ કરી હતી. તેના બાદ તેમણે દીકરા સાથે વાત કરીને આ સમસ્યાને સોલ્વ કરવાનો પ્રયાસ કર્યો. પણ આ પ્રયાસ સફળ ન થયો. કેમ કે દીકરા પાસે તેમની સાથે વાત કરવાનો સમય જ ન હતો. તે પોતાની જરૂરી મીટિંગમાં એટલો વ્યસ્ત રહેતો કે, તે પિતા માટે કાર, ડ્રાઈવર, ટીકિટ ઉપરાંત કોઈ વ્યવસ્થા કરી શક્તો ન હતો.


એક ચિઠ્ઠી તેઓ દીકરાના નામે છોડી ગયા, જેના કેટલાક વાક્યો આમ હતા....


‘તુ કહે છે કે તારી પાસે સમય નથી, જ્યારે કે સમય પહેલા કરતા વધુ છે. મારા વિશે વિચાર, મને રેલવે ટિકીટ માટે કલાકો સુધી લાંબી લાઈનોમાં ઉભુ રહેવુ પડતું હતું. બેંકમાં રૂપિયા જમા કરાવવા, કાઢવા માટે મોટી ભીડમાંથી પસાર થવું પડતું હતું. ક્યાંક આવવા-જવા માટે અનેક દિવસો લાગી જતા હતા. મારી નોકરી તારી સરખામણીમાં ઓછા રૂપિયાની હતી, પરંતુ હું ક્યારેય આટલો પરેશાન, બીમાર, નોકરીમાં અટવાયેલો ન રહ્યો. 


ડિયર જિંદગી: અટકેલી આત્મહત્યાનો કિસ્સો!


તુ બાળકને વાર્તા નથી સંભળાવતો. દરેક બાબત માટે તેને ગુગલ પાસે મોકલી દે છે. એ તારા કરતા વધુ ટીવીનો દીકરો બની ગયો છે. તેને ક્યાંય ફરવા નથી લઈ જઈ શક્તો. જ્યારે પણ ક્યાંક લઈ જાય તો તેને મોલની નિરસ દુનિયામાં છોડી દે છે. જેથી તુ શોપિંગ કરી શકે. તુ તેના માટે સર્વસ્વ કરે છે, પણ તેની સાથે નહિ.


તુ તેની સાથે ખુશી શેર નથી કરતો. તે સંબંધીઓ, પોતાના પિતરાઈ ભાઈ-બહેનોથી દૂર થઈ જાય છે. તે એને માત્ર સ્કૂલમાં ડુબાડીને મૂકી દીધો છે. તેનો મિજાજ રુક્ષ હોય છે. જ્યારે કે તારી પાસે મારા મુકાબલે વધુ સુવિધાઓ છે. 


મેં કદાચ જ તને પરીક્ષામાં બેસ્ટ પ્રદર્શન કરવા માટે કહ્યું હશે. તેમ છતાં આજે તારી પાસે સારી નોકરી છે. ધન, સુરક્ષા, રૂપિયા છે. પરંતુ આ બધુ હોવા છતાં જેટલી આઝાદી મેં તને આપી હતી, તેટલી તું તારા દીકરાને નથી આપી રહ્યો. કેવી આશંકાઓ વચ્ચે જીવી રહ્યો છે. તારા બાળકને પ્રેમ કર, અને તેને તારી ઈચ્છાઓના દબાણ નીચે મરવા ન દે. 


ડિયર જિંદગી: બધાની સાથે હોવાનો ભ્રમ!


મારા દીકરા, હું તને અને મારા પૌત્ર બંનેને પ્રેમ કરુ છુ. તેથી ઈચ્છુ છું કે, તુ મારા હિસ્સાનો પ્રેમ પણ એને આપે. તેને ટીવી, રોબોટ અને સ્કૂલના ભરોસે છોડીને તુ એને એવો નથી બનાવી શક્તો, જેવો તું ઈચ્છે છે.


તારે કંઈક વધુ કરવાની જરૂર નથી, બસ તારી જાતને એમ બનાવ કે તારા લોકોને તારા સપનાનો ગુસ્સો ન આવે. જ્યારે પણ કંઈક પસંદ કરવાનો સમય આવે તો પ્રેમ, સ્નેહ અને સાથને પસંદ કરે. એક દિવસ એવો આવશે, જ્યારે તુ તારા બાળક પાસેથી એ બધુ માંગીશ, જે આજે તુ એની પાસેથી માંગી રહ્યો છે. ક્યાંક એવુ ન થાય કે, તેનો જવાબ પણ તારી જેમ રુક્ષ અને પ્રેમવગરનો હોય.


તારો પિતા...


 


તમામ લેખો વાંચવા માટે કરો ક્લિક - ડિયર જિંદગી
ઇમેલ : dayashankar.mishra@zeemedia.esselgroup.com 


સરનામું :  
ડિયર જિંદગી (દયાશંકર મિશ્રા)
Zee Media,
વાસ્મે હાઉસ, પ્લોટ નં. 4, 
સેક્ટર 16 A, ફિલ્મ સિટી, નોઇડા (યુપી) 


(લેખક ઝી ન્યૂઝના ડિજિટલ એડિટર છે)


(https://twitter.com/dayashankarmi)


તમારા સવાલ અને સૂચનો ઇનબોક્સમાં જણાવો : 
(https://www.facebook.com/dayashankar.mishra.54