આ કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 25 ટકાનો વધારો, સરકારે આપી મોટી ભેટ
સરકારે Central Government and Central Autonomous Bodies ના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં (Dearness Allowance) 25 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે.
નવી દિલ્હીઃ 7th Pay Commission મેળવી રહેલા કેન્દ્રીય કર્મચારીઓ બાદ હવે છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવી રહેલા કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના પગારમાં મોટા વધારાની વ્યવસ્થા કરી લીધી છે. સરકારે Central Government and Central Autonomous Bodies ના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં (Dearness Allowance) 25 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. મહત્વનું છે કે તેના મોંઘવારી ભથ્થાને એપ્રિલ 2020માં ફ્રીઝ કરી દેવામાં આવ્યું હતું.
164 ટકાના દરથી મળી રહ્યું હતું ડીએ
આ કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ 1 જાન્યુઆરી 2020, 1 જુલાઈ 2020 અને 1 જાન્યુઆરી 2021ના પણ ફ્રીઝ રહ્યું હતું. આ દરમિયાન 164 ટકાના દરથી ડીએ મળી રહ્યું હતું. સરકારે હવે તેને વધારી 189 ટકા કરી લીધું છે, જે 1 જુલાઈ 2021થી લાગૂ માનવામાં આવશે. આ પહેલાના મોંઘવારી ભથ્થું 164 ટકાના દરે આપવામાં આવ્યું છે અને તેનું એરિયર પણ મળશે નહીં.
આ પણ વાંચોઃ દરરોજ 50 રૂપિયા બચાવશો તો નિવૃતિ પર મળશે 34 લાખ રૂપિયા, આ છે રોકાણનો શાનદાર વિકલ્પ
છઠ્ઠા પગાર પંચ મુજબ પગાર
મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સમાં ડાયરેક્ટર નિર્મલા દેવ પ્રમાણે આ આદેશ બધી Central Government Office માટે જાહેર કરવામાં આવ્યો છે, જે છઠ્ઠા પગારપંચ પ્રમાણે પગાર મેળવી રહ્યાં છે. આ આદેશની કોપી C&AG અને UPSC સહિત બીજા વિભાગોને મોકલવામાં આવી છે.
HRA માં પણ થશે વધારો
ઓલ ઈન્ડિયા એકાઉન્ટ એન્ડ ઓડિટ કમિટીના જનરલ સેક્રેટરી હરિશંકર તિવારીએ કહ્યુ કે, સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (Dearness Allowance, DA) પર લાગેલો પ્રતિબંધ હટાવવાથી તેના પગારમાં મોટો વધારો થશે. તેની અસર હાઉસ રેન્ટ એલાઉન્ટ પર પણ પડશે. ફાઇનાન્સ મિનિસ્ટ્રીએ 7th Pay commission હેઠળ શહેર પ્રમાણે HRA ને વધારી 27 ટકા, 18 ટકા અને 9 ટકા કરી દીધું છે. આ વર્ગિકરણ X, Y અને Z class શહેરોના હિસાબે છે. એટલે કે જે એક્સ ક્લાસ શહેરમાં રહે છે તેને વધુ HRA મળશે. ત્યારબાદ Y Class અને પછી Z Class વાળાને મળશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube