નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હી (Delhi) માં ઓક્સિજન (Oxygen) ની સપ્લાયને લીધે મચેલા ઘમાસાણ વચ્ચે ગુરૂવારે હાઇકોર્ટે કહ્યું 'ઓક્સિજનની અછતના લીધે જો કોઇ દર્દીનો જીવ જાય તો તેને અપરાધ ગણવામાં આવશે.'


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કડકપણે કરાવો આદેશનું પાલન
દિલ્હી હાઇકોર્ટએ કહ્યું કે અમે કેંદ્ર સરકાર (Central Government) ને નિર્દેશ આપતાં તે દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA) અને અમારા આદેશોનું કડક પાલન કરાવે. આદેશો પર અમલ ન થતાં આપણે જીંદગીઓ ગુમાવી દઇશું અને અપરાધ છે. 

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, ઇંડસ્ટ્રીઝને ઓક્સિજનની સપ્લાય પર આજથી પ્રતિબંધ


HC એ માંગે હોસ્પિટલોની યાદી
આ સાથે કોર્ટે આદેશ આપ્યો કે કેંદ્ર ઓક્સિજન ટેન્કરો માટે વધારે સંરક્ષણ પુરૂ પાડવામાં આવે, અને ઓક્સિજનના ટ્રાંસપોર્ટ માટે એક અલગ કોરિડોર તૈયાર કરે. સુનાવણી દરમિયાન કોર્ટે દિલ્હી સરકાર પાસે તે હોસ્પિટલોનું લિસ્ટ પણ માંગ્યું, જેમાં ઓક્સિજનની અછત છે. પરંતુ કેંદ્રએ કહ્યું કે લિસ્ટ અત્યારે આપવાના બદલે તે થોડીવાર બાદ પણ આપી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube