નવી દિલ્હીઃ કાયદાકીય દાવપેચને કારણે નિર્ભયા ગેંગરેપના દોષીઓની ફાંસીમાં થઈ રહેલા વિલંબ વચ્ચે સુપ્રીમ કોર્ટે ગુરૂવારે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે, મોતની સજાને અંજામ સુધી પહોંચાડવી ખુબ મહત્વપૂર્ણ છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તેવો સંદેશ ન જવો જોઈએ કે મોતની સજા 'ઓપન એન્ડેડ' છે અને તેની સજા પામેલ કેદી દરેક સમયે તેને પડકારી શકે છે. બીજીતરફ ગુરૂવારે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને મોતની સજા બાદ દોષીતોને 7 દિવસની અંદર ફાંસી માટે ગાઇડલાઇન નક્કી કરવાની માગ કરતી અરજી પર જલદી સુનાવણી કરવાની વિનંતી કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જજોનું સમાજ અને પીડિતના પ્રત્યે પણ કર્તવ્યઃ સુપ્રીમ
સુપ્રીમ કોર્ટની આ ટિપ્પણી તેવા સમયે આવી છે જ્યારે નિર્ભયા ગેંગરેપ અને મર્ડર કેસના 4 દોષી એક બાદ એક અરજી દાખલ કરી રહ્યાં છે જેથી તેની ફાંસીમાં વિલંબ થઈ રહ્યો છે. કોર્ટે ભાર આપીને કહ્યું કે, તે કાયદા પ્રમાણે થવું જોઈએ અને જજોનું સમાજ તથા પીડિત પ્રત્યે પણ કર્તવ્ય છે કે તે ન્યાય કરે. 


CAAના સમર્થનમાં આવ્યા રાજ ઠાકરે, કહ્યું- પાક અને બાંગ્લાદેશોના ઘુષણખોરોને બહાર ફેંકો


એક પ્રેમી યુગલની પુનર્વિચાર અરજી પર સુનાવણી દરમિયાન ટિપ્પણી
સીજેઆઈ એસ. એ. બોબડે, જસ્ટિસ એસ. એ નઝીર અને જસ્ટિસ સંજીવ ખન્નાની બેન્ચે આ ટિપ્પણી મોતની સજા પામેલા એક પ્રેમી યુગલની પુનર્વિચાર અરજી પર સુનાવણી દરમિયાન કરી હતી. આ મામલો યૂપીમાં 2008માં એક જ પરિવારના 7 લોકોની હત્યા સાથે જોડાયેલો છે. પરિવારની એક યુવતીનો પ્રેમ પ્રસંગ ચાલી રહ્યો હતો. યુવતીએ પોતાના પ્રેમીની સાથે મળીને પોતાના માતા-પિતા, 2 ભાઈઓ અને ભાભીઓની સાથે પોતાના 10 મહિનાની ભત્રીજાની હત્યા કરી દીધી હતી. 2015માં સુપ્રીમ કોર્ટે આ મામલામાં પ્રેમી યુગલના મોતની સજા પર મહોર લગાવી હતી. 


સજા-એ-મોતનો અંજામ મહત્વપૂર્ણઃ સુપ્રીમ
7 પરિવારજનોની હત્યાના ગુનામાં મોતની સજા પામેલા પ્રેમી યુગલની પુનર્વિચાર અરજી દરમિયાન કોર્ટે કહ્યું, કોઈ દરેક વસ્તુ માટે હંમેશા લડતો ન રહી શકે. સજા-એ-મોતનો અંજામ ખુબ મહત્વપૂર્ણ છે અને તેની સજા પામેલા કદીઓએ તે ભ્રમમાં ન રહેવું જોઈએ કે ફાંસીની સજા ઓપન એન્ડેડ છે અને તે તેના પર દરેક સમયે સવાલ ઉઠાવી શકે છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...