Corona: ભારતમાં કોવિડથી મૃત્યુદર 1.10 ટકા, ગૃહ મંત્રાલયનો દાવો- દેશમાં પૂરતો ઓક્સિજન ઉપલબ્ધ
દેશમાં અત્યાર સુધી 81.77% ટકા લોકો સાજા થયા છે. દેશમાં આશરે 34 લાખ એક્ટિવ કેસ છે. અત્યાર સુધી બે લાખથી વધુ લોકોના મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં 3417 લોકોના મોત થયા છે.
નવી દિલ્હીઃ ભારતમાં કોવિડની સ્થિતિ ખુબ ચિંતાજનક છે. દરરોજ લાખોની સંખ્યામાં આવતા નવા કેસને કારણેવ સ્વાસ્થ્ય વ્યવસ્થા પર ગંભીર અસર પડી છે. બેડ, ઓક્સિજન, દવાઓ મેળવવા માટે દેશમાં સંઘર્ષ કરવો પડી રહ્યો છે. સારી વાત છે કે સોમવારે જાહેર થયેલા આંકડા પ્રમાણે છેલ્લા બે દિવસના મુકાબલે કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. તો કોરોનાને હરાવવા માટે ભરવામાં આવી રહેલા પગલા અને તૈયારીઓની માહિતી સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવી છે. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યુ કે, દેશમાં કુલ સંચિત મૃત્યુદર 1.10 ટકા છે.
તેમણે કહ્યું કે, દેશમાં અત્યાર સુધી 81.77% ટકા લોકો સાજા થયા છે. દેશમાં આશરે 34 લાખ એક્ટિવ કેસ છે. અત્યાર સુધી બે લાખથી વધુ લોકોના મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં 3417 લોકોના મોત થયા છે. તો અગ્રવાલે જાણકારી આપતા કહ્યુ કે, દેશમાં 12 રાજ્ય એવા છે જ્યાં 1 લાખથી વધુ સક્રિય કેસ છે. સાત રાજ્યોમાં 50 હજારથી વધુ એક્ટિવ કેસ છે. 17 રાજ્યો એવા છે, જ્યાં 50 હજારથી ઓછા સક્રિય કેસ છે.
આ પણ વાંચોઃ વેક્સિન ઉત્પાદન પર થયેલા વિવાદ બાદ અદાર પૂનાવાલાએ જાહેર કર્યુ નિવેદન, કહી આ વાત
જાણવા મળ્યું છે કે કેટલાક રાજ્યોમાં કેસ વધઈ રહ્યા છે. આ રાજ્યોએ વધુ સાવધાની રાખવી જોઈએ. આંધ્ર પ્રદેશ, અસમ, બિહાર, ચંડીગઢ, હરિયાણા, કર્ણાટક, કેરલ, હિમાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, આ તેવા રાજ્યો છે. મહત્વનું છે કે હાલ 12 રાજ્યોમાં 18 વર્ષથી મોટી ઉંમરના લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે.
નવા કેસમાં જોવા મળ્યો ઘટાડો
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, દિલ્હી, મધ્યપ્રદેશ કેટલાક એવા રાજ્યો છે, જ્યાં નવા કેસમાં ઘટાડાના સંકેત જોવા મળી રહ્યાં છે. તેમણે આગળ કહ્યું કે, અમે રિકવરીને પણ એક સકારાત્મક દ્રષ્ટિકોણ તરીકે જોઈએ છીએ. 2 મેએ રિકવરી 78 ટકા હતી અને 3 મેએ લગભગ 82 ટકા થઈ ગઈ. આ શરૂઆતી લાભ છે જેના પર આપણે નિયમિત કામ કરવાનું છે.
આ પણ વાંચોઃ Corona દર્દીઓ બિનજરૂરી સીટી સ્કેન કરાવતા હોય તો સાવધાન! ડો. ગુલેરિયાએ કહ્યુ- થઈ શકે છે કેન્સર
સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યુ, અમે ચિકિત્સા પ્રયોજનો માટે ગેસીય ઓક્સિજનનો ઉપયોગ કરવાની યોજના બનાવી રહ્યાં છીએ. ઔદ્યોગિક એકમ જે ઓક્સિજન બનાવે છે અને જે ચિકિત્સા ઉદ્દેશ્ય માટે યોગ્ય છે અને શહેરોની પાસે છે. અમે અસ્થાયી કોવિડ કેર કેન્દ્ર બનાવવાની યોજના બનાવી રહ્યાં છીએ, જેમાં ચારેતરફ ઓક્સિજન બેડ હોય.
પર્યાપ્ત માત્રામાં ઓક્સિજન ઉપલબ્ધ
ગૃહ મંત્રાલયના એડિશનલ સેક્રેટરીએ કહ્યુ કે, દેશમાં પૂરતી માત્રામાં ઓક્સિજન ઉપલબ્ધ છે. એક ઓગસ્ટ 2020ના ઓક્સિજનનું ઉત્પાદન દેશમાં 5700 મેટ્રિક ટન હતું, જે લગભગ 9 હજાર મેટ્રિક ટન થઈ ગયું છે. અમે વિદેશથી પણ ઓક્સિજન આયાત કરી રહ્યાં છીએ.
દેશના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube