પ્રદુષણ પર ચર્ચાઃ મનીષ તિવારી બોલ્યા- સંસદમાંથી નિકળે ઉકેલ, ભાજપે કહ્યું- કેજરીવાલ પ્રદુષણનું મૂળ
તેમણે કહ્યું કે, દિલ્હીમાં પ્રદુષણ વર્ષમાં 200 દિવસ રહે છે, પરંતુ પરાળી તો માત્ર 40થી 50 દિવસ સુધી સળગે છે. તેમણે કહ્યું, `દિલ્હી સરકારે 600 કરોડની એડ કરી હરિયાણા, પંજાબ અને યૂપીને જવાબદાર ઠેરવી રહી છે.
નવી દિલ્હીઃ દિલ્હી-એનસીઆરમાં દર વર્ષે શિયાળાની શરૂઆતમાં થતાં પ્રદુષણને લઈને લોકસભામાં ચર્ચા થઈ હતી. પરંતુ ઉકેલથી વધુ ભાર ચર્ચા દરમિયાન ક્રેડિટ લેવા પર રહ્યો હતો. ચર્ચાની શરૂઆત કરતા કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ આ માટે સરકારને જવાબદાર ઠેરવતા કહ્યું કે, આખરે સુપ્રીમ કોર્ટ દખલ દે છે તેનો અર્થ થયો કે સરકાર પોતાના કામથી ચુકી રહી છે. પરંતુ ચર્ચા દરમિયાન ભાજપ, કોંગ્રેસ અને બીજેડીએ પ્રદુષણ માટે પરાળીને જવાબદાર ઠેરવવાનો ઇનકાર કર્યો હતો. ભાજપના સાંસદ પ્રવેશ વર્માએ દિલ્હી પ્રદુષણ માટે આમ આદમી પાર્ટીને જવાબદાર ઠેરવી છે.
તેમણે કહ્યું કે, દિલ્હીમાં પ્રદુષણ વર્ષમાં 200 દિવસ રહે છે, પરંતુ પરાળી તો માત્ર 40થી 50 દિવસ સુધી સળગે છે. તેમણે કહ્યું, 'દિલ્હી સરકારે 600 કરોડની એડ કરી હરિયાણા, પંજાબ અને યૂપીને જવાબદાર ઠેરવી રહી છે. વર્માએ કહ્યું કે, ગામ અને શહેરના અંતરને વધારવું કોઈને હિતમાં નથી. તેમણે કહ્યું કે, દિલ્હીના સીએમ એક દાવ રમી રહ્યાં છે.'
પ્રવેશ વર્મા બોલ્યા- પહેલા સીએમ ઉઘરસ ખાતા, હવે દિલ્હી
એટલું જ નહીં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ પર વ્યક્તિગત હુમલો કરતા વર્માએ કહ્યું કે, એક સમયમાં તે એકલા ઉઘરસ ખાતા અને આજે જનતા ઉઘરસ ખાઈ રહી છે. તેમણે કહ્યું કે, દિલ્હીમાં 1 કરોડ 10 લાખ વાહન છે. આ ગાડીઓ તે માટે વધી કારણ કે દિલ્હીમાં બસો નથી. એક પણ બસ નવી ખરીદી નથી અને માત્ર ત્રણ મહિનામાં 100 બસોનું નાટક કર્યું છે. સાંસદ જ્યારે બહાર નિકળતા હશે તો તેને ખ્યાલ આવતો હશે કે દિલ્હીના સીએમે એક પણ નવો રોડ બનાવ્યો નથી.
માસ્ક લગાવીને બોલ્યા ટીએમસીના સાંસદ
ટીએમસીના સાંસદ કાકોલી ઘોષ દસ્તીદારે કહ્યું કે, વિશ્વમાં સૌથી વધુ પ્રદુષિત 10માથી 9 શહેરો ભારતના છે. માસ્ક લગાવીને સંસદમાં બોલતા ઘોએ કહ્યું કે આ ચિંતાજનક અને શરમજનક છે કે એક વિદેશી મહેમાને દેશમાં પ્રદૂષણને લઈને ટિપ્પણી કરી છે.
લોકસભામાં TMC સાંસદે કહ્યું- સ્વચ્છ ભારત મિશન છે તો સ્વચ્છ હવા કેમ નહીં?
ભાજપના સાંસદે ગણાવ્યા શીલા દીક્ષિતના કામ
પરંતુ પૂરી ચર્ચા દરમિયાન તે સમયે રસપ્રદ નજારો જોવા મળ્યો, જ્યારે ભાજપના સાંસદ પ્રવેશ વર્માએ શીલા દીક્ષિતના કામોને યાદ કર્યાં હતા. તેમણે કહ્યું કે, દિલ્હીમાં શીલા દીક્ષિતે પોતાના 15 વર્ષમાં જે રસ્તાઓ બનાવ્યા હતા, તેનાથી આગળ એકપણ રોડ થયો નથી. તેમણે કહ્યું કે, દિલ્હીની હાલની સરકાર તે કામોને પૂરા કરી શકી નથી, જેને શીલા દીક્ષિતના સમયમાં શરૂ કરવામાં આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ જાણો, જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube