નવી દિલ્હીઃ પ્રમોશનમાં અનામત પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ સરકાર ચારેતરફથી હુમલાનો સામનો કરી રહી છે. જે રીતે વિપક્ષે સરકારને ઘેરી છે, તેનાથી સરકાર બેકફુટ પર દેખાઈ રહી છે. આ વચ્ચે, સરકારે સુપ્રીમ કોર્ટના નિર્ણય પર સફાઈ આપતા કહ્યું કે,  તે આ કેસમાં પાર્ટી નથી અને કેન્દ્ર મુદ્દા પર મોટી ચર્ચા કરી રહ્યું છે. કોંગ્રેસથી લઈને એનડીએના સહયોગી પક્ષ પણ સર્વોચ્ચ અદાલતના નિર્ણય પર વિરોધ નોંધાવી ચુક્યા છે અને સંસદમાં અનામતને લઈને કાયદામાં ફેરફારની માગ કરી ચુક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીય સામાજિક ન્યાય તથા અધિકાર મંત્રી થાવરચંદ ગેહલોતે લોકસભામાં આપેલા નિવેદનમાં સ્પષ્ટ કર્યું કે, સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડના જે કેસને લઈને ચૂકાદો આપ્યો છે, તેમાં કેન્દ્ર સરકાર પાર્ટી નહતી. 


શાહીનબાગના પ્રદર્શનકારીઓ પર ટકોર કરીને સુપ્રિમ કોર્ટે ઉઠાવ્યા અનેક સવાલો, કહ્યું કે....

પ્રમોશનમાં અનામત પર સુપ્રીમનો ચુકાદો
સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે, રાજ્ય સરકાર પ્રમોશનમાં અનામત દેવા માટે બંધાયેલી નથી. કોઈપણનો મૌલિક અધિકાર નથી કે તે પ્રમોશનમાં અનામતનો દાવો કરે. કોર્ટ તેના માટે નિર્દેશ જારી ન કરી શકે કે રાજ્ય સરકાર અનામત આપે. સુપ્રીમ કોરટે ઈન્દિરા સાહની જજમેન્ટ (મંડલ જજમેન્ટ)નો હવાલો આપતા કહ્યું કે, અનુચ્છેડ 16 (4) અને અનુચ્છેદ-16 (4-એ) હેઠળ જોગવાઈ છે કે રાજ્ય સરકાર ડેટા એકત્ર કરશે અને માહિતી મેળવશે કે એસસી-એસટી કેટેગરીના લોકોનું પ્રર્યાપ્ત પ્રતિનિધિત્વ છે કે નહીં, જેથી પ્રમોશનમાં અનામત આપી શકાય. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...