ગ્લેમરસ લુકમાં જોવા મળ્યા ‘દીપવીર’, મુંબઇ રિસેપ્શમાં લાગ્યો સ્ટાર્સનો મેળો
લગ્નની મોટાભાગની વીધીમાં ભારતીય પરંપરા અને પરિધાનોમાં જોવા મળેલા દીપવીર આ પાર્ટીમાં વેસ્ટર્ન લુકમાં જોવા મળ્યા છે. આ સાથે રિસેપ્શનમાં આવનારા બધા ગેસ્ટ માટે એક રેડ એન્ડ બ્લેકનો ડ્રેસ કોડ પણ છે.
નવી દિલ્હી: બોલીવુડમાં ગત એક મહિનાથી દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના લગ્નના સેલિબ્રેશનના સમાચાર ચર્ચામાં રહ્યાં છે. આજે આ વેડિંગની વધુ એક પાર્ટી મુંબઇમાં યોજવામાં આવી છે. જેમાં બોલીવુડના તમામ સ્ટાર્સ પહોંચ્યા છે. લગ્નની મોટાભાગની વીધીમાં ભારતીય પરંપરા અને પરિધાનોમાં જોવા મળેલા દીપવીર આ પાર્ટીમાં વેસ્ટર્ન લુકમાં જોવા મળ્યા છે. આ સાથે રિસેપ્શનમાં આવનારા બધા ગેસ્ટ માટે એક રેડ એન્ડ બ્લેકનો ડ્રેસ કોડ પણ છે.
દીપિકા અને રણવીરે તેમના લગ્નનો છેલ્લો લુક ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તેમાં દીપિકા રેડ કોકટેલ ગાઉન અને રણવીર બ્લેક સૂટમાં જોવા મળી રહ્યો છે. બંને આ લુકમાં જેમ્સ બોન્ડની ફિલ્મથી ઇન્સ્પાયર્ લાગી રહ્યાં છે.
28 નવેમ્બરે રણવીર સિંહના પરિવારની તરફથી આપવામાં આવેલા રિસેપ્શનમાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ રોલય લુકમાં જોવા મળ્યા હતા. દીપિકા પાદુકોણ ખુબજ સુંદર સફેદ અને ગોલ્ડન રંગની લહેંગા-સાડી પહેરી હતી. દીપિકાનો આ લુક ડિઝાઇનર અબ જાની સંદીપ ખોસલાએ ડિઝાઇન કર્યો હતો. જેને બનાવવા માટે 16 હજરા કલાક લાગ્યા હતા. ત્યારે રણવીર પણ આ કલર કોમ્બિનેશનના ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળ્યો હતો.
[[{"fid":"192482","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]
ત્યારે મુંબઇમાં 24 નવેમ્બરે રણવીર સિંહની બહેન રિતિકા ભવનાનીએ ભાઇ અને ભાભી માટે એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં પણ દીપિકા પાદુકોણ સબ્યસાચી મુખર્જી કલેક્શનમાં જોવા મળી હતી. ત્યારે રણવીર સિંહ ઘણા કલરફૂલ લુકમાં જોવા મળ્યો હતો.
[[{"fid":"192483","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]
14 અને 15 નવેમ્બરે ઇટલીમાં બે વીધી થી લગ્ન કર્યા બાદ દીપિકા પાદુકોણ ઇને રણવીર સિંહ ભારત પરત ફર્યા હતા. 21 નવેમ્બરે દીપિકાના પેરેન્ટ્સે બેગલુરૂમાં આ જોડી માટે રિસેપ્શન પાર્ટી રાખી હતી. આ પાર્ટીમાં દીપિકા અને રણવીર ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યા હતા.
[[{"fid":"192484","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"3":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"3"}}]]
તમને જણાવી દઇએ કે દીપિકાએ 14-15 નવેમ્બરે ઇટલીની લેક કોમોમાં લગ્ન કર્યા હતા. આ બંનેએ કોંકણી અને સિંધી વીધીથી લગ્ન કર્યો હતા. આ બંને તેમના લગ્નને ખાનગી રાખ્યા હતા અને લગ્નની પહેલી તસવીર દીપિકા અને રણવીરની સોથી પહેલા સોશિયલ મીડિયા પર શેર થઇ હતી.