લખનઉ: ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ની યોગી સરકાર (Yogi Government) અયોધ્યા (Ayodhya)માં ધૂમધામથી દીપોત્સવની તૈયારીઓમાં લાગી છે. આજે તમામ ઘાટો અને આખી અયોધ્યામાં પાંચ લાખ 51 હજાર દિપક પ્રગટાવવામાં આવશે. આ સાથે જ 226 કરોડની યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ થશે. કાર્યક્રમમાં પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ફિજી ગણરાજ્યના ઉપસભાપતિ અને સાંસદ વીણા ભટનાગર ઉપરાંત પ્રદેશના તમામ મંત્રીઓ હાજર રહેશે. આ વખતે યુપી સરકાર વિશ્વ રેકોર્ડ બનાવવાની તૈયારીમાં લાગી છે. આજે સમગ્ર રામનગરીમાં 5 લાખ 51 હજાર દિવડા પ્રગટાવવામાં આવશે. જેમાંથી 3 લાખ 21 હજાર દિવડા તો રામ કી પૈડી પર પ્રગટાવવામાં આવશે. દીપોત્સવમાં દિવડાને પ્રગટાવવા માટે 21000 લીટર સરસવનું તેલ વપરાશે અને દરેક દિવડામાં 40 વાર તેલ પૂરાશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


આ તેલને ફેઝાબાદ તથા આસપાસના જિલ્લાઓમાંથી ભેગુ કરવામાં આવી રહ્યું છે. સરયુ નદી સ્થિત આવેલા રામ કે પૈડી પર દીપાવલીના અવસરે 3 લાખ 21 હજાર દિવડા પ્રગટાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવશે. આ માટે અયોધ્યામાં તમામ તૈયારીઓ પૂરી કરવામાં આવી છે. ગિનિઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડના કન્સલ્ટન્ટ નિશ્ચલે જણાવ્યું કે તમામ દિવડાને એક ખાસ પેટર્નમાં રાખવામાં આવ્યાં છે. જેથી કરીને ગણતરી સમયે પરેશાનીનો સામનો ન કરવો પડે. તેમણે જણાવ્યું કે વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે તમામ દિવડા પાંચ મિનિટ સુધી પ્રજ્વલિત રહે તે જરૂરી છે. તેમણે કહ્યું કે તમામ દિવડાઓ પ્રગટ્યા બાદ જ વર્લ્ડ રેકોર્ડ શક્ય બની શકશે. 



અયોધ્યામાં રામ કી પૈડીને સજાવ્યાં સવાર્યા બાદ અવધ વિશ્વવિદ્યાલયના 6000 વોલિયેન્ટર્સે રામ કી પૈડી પર દિવડા મૂકવાનું કામ કર્યું. આજે 5,51,000 દિવડાઓમાં તેલ અને દીવેટ અવધ વિશ્વવિદ્યાલયના વોલિયન્ટરો દ્વારા ભરવાનું કામ થશે. અવધ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ પોતાનો જ રેકોર્ડ તોડવામાં લાગ્યા છે. ગત વર્ષે 3 લાખ 1 હજાર 152 દિવડાઓ પ્રગટાવીને તેમણે વિક્રમ સ્થાપ્યો હતો. 



રાજ્ય સરકારના પ્રવક્તાએ જણાવ્યું કે અયોધ્યામાં શનિવારે સવારે 10થી 2 વાગ્યા સુધી ભગવાન શ્રીરામના લીલા ચરિત્ર સંબંધિત વિવિધ ઝાંખીઓ સહિત ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે. આ યાત્રા સાકેત મહાવિદ્યાલયથી શરૂ થઈને રામકથા પાર્કમાં સમાપ્ત થશે. તેમાં અનેક દેશોના કલાકારો ભાગ લેશે. મુખ્યમંત્રી પોણા ચાર વાગ્યાથી ચાર વાગ્યા સુધી શોભાયાત્રાનું અવલોકન કરશે. 



તેમણે જણાવ્યું કે ત્યારબાદ શ્રીરામ સીતાના રામકથા પાર્કમાં હેલીકોપ્ટરથી પ્રતિકાત્મક અવતરણ અને ભરત મિલાપનો કાર્યક્રમ થશે. સવા ચાર વાગ્યાથી લઈને ચાર વાગ્યાને 40 મિનિટ સુધી રામકથા પાર્ક આગમન પર શ્રીરામ-જાનકીનું પૂજન-વંદન, આરતી અને શ્રીરામનો પ્રતિકાત્મક રાજ્યાભિષેક થશે. ત્યારબાદ સાંજે છ વાગ્યા સુધી પરિયોજનાઓનો શિલાન્યાસ, લોકાર્પણ અને અતિથિઓનું સંબોધન હશે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...