NASA દ્રારા 11 વર્ષની Deepshikha ને મળ્યું સન્માન, US એજન્સીએ કવર પેજ પર આપ્યું સ્થાન
ભારતમાં ટેલેન્ટની કોઇ કમી નથી. નાની નાની ઉંમરમાં બાળકો પોતાની પ્રતિભાના દમ પર દુનિયાભરમાં દેશનું નામ રોશન કરી રહ્યા છે. એવી જ એક સિલિબ્રેટી ચાઇલ્ટ આર્ટિસ્ટની વાત કરીએ તો નોઇડામાં રહેનાર 11 વર્ષની દીપશિખાની ચર્ચા દુનિયાભરમાં થઇ રહી છે.
નવી દિલ્હી: ભારતમાં ટેલેન્ટની કોઇ કમી નથી. નાની નાની ઉંમરમાં બાળકો પોતાની પ્રતિભાના દમ પર દુનિયાભરમાં દેશનું નામ રોશન કરી રહ્યા છે. એવી જ એક સિલિબ્રેટી ચાઇલ્ટ આર્ટિસ્ટની વાત કરીએ તો નોઇડામાં રહેનાર 11 વર્ષની દીપશિખાની ચર્ચા દુનિયાભરમાં થઇ રહી છે. બાળકીના હુનરને નજીકથી જાણનારા તેની અસાધારણ ક્ષમતા અને સફળતા પર કોઇ હૈરાન નથી. તો આટલી નાની ઉંમરમાં આ મુકામ પ્રાપ્ત કરી ચૂકેલી આ બાળકીની તાજેતરની સફળતાની વાત કરીએ તો અમેરિકી સ્પેસ એજન્સી નાસા (NASA) એ તેના હુનરનું માન રાખતાં તેની પેંટિંગને કેલેન્ટરના ફ્રન્ટ પેજ પર સ્થાન આપ્યું છે.
પ્રતિભા પર નાસાની મોહર
દીપશિખાને પેંટિંગનો બાળપણ શોખ રહ્યો છે. તેની લેટેસ્ટ પેંટિંગને નાસાએ પોતાના કેલેન્ડરના ફ્રન્ટ પેજ પર સ્થાન આપીને તેની પ્રતિભાનું સન્માન કર્યું છે. જોકે નાસા દ્રારા આ વખતે 'કોમર્શિયલ ક્રૂ પ્રોગ્રામ 2019 ચિલ્ડ્રન આર્ટ વર્ક' (NASA Commercial Crew Program 2019 Children's Artwork) કેલેન્ડર લોન્ચ કર્યું છે.
આ તો કેવી કમનસીબી!!! આલીશાન ઘરનું સપનું તૂટી ગયું, જીવનભરની કમાણીને ખાઇ ગઇ ઉધઈ
આ કવર પેજ પર દીપશિખાની બનાવેલી પેટિંગને સ્થાન આપવામાં આવ્યું છે. દિલ્હીને અડીને આવેલા ગૌતમ બુદ્ધ નગર એટલે કે નોઇડાના 'દિલ્હી પબ્લિક સ્કૂલ'માં અભ્યાસ કરનાર દીપશિખાની પેટિંગ નાસાના કેલેન્ડરના કવર પેજ પર છપાયા બાદ હવે દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની ગઇ છે.
ટ્વીટ કરી શેર કરી ખુશી
ડિસેમ્બરના મહિનામાં નાસાના ક્લેન્ડરના ફ્રન્ટ પેજ પર સ્થાન મેળવનાર દીપશિખાને નાસા તરફથી સર્ટિફિકેટ અને એવોર્ડ્સ મોકલવામાં આવ્યા છે. દીપશિખાએ ટ્વીટ કરીને લોકો સાથે પોતાની ખુશી વહેંચી છે. દીપશિખાને નાસા તરફથી સર્ટિફિકેટ અને એવોર્ડ્સ મોકલવામાં આવ્યા છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube