નવી દિલ્હી: નેવીની બીજી સૌથી અત્યાધુનિક સબમરીન આઈએનએસ ખંડેરી આજે નેવીના કાફલામાં સામેલ થઈ ગઈ છે. સાઈલન્ટ કિલર કહેવાતી આ આઈએનએસ ખંડેરી પાણીમાં દુશ્મન પર સૌથી પહેલા પ્રહાર કરનારી કલવરી ક્લાસની બીજી ડીઝલ-ઈલેક્ટ્રિક સબમરીન છે. નેવીના કાફલામાં સામેલ થવાથી હવે દુશ્મનો સમુદ્રમાં ભારત સામે આંખ ઉઠાવીને જોવાની હિંમત કરી શકશે નહીં. 300 કિમી દૂર રહેલા દુશ્મનના જહાજને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવતી આ આઈએનએસ ખેંડેરી શત્રુઓનો કાળ છે. તેને સાઈલન્ટ કિલર પણ કહે છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ (Rajnath Singh) પોતે નવી સબમરીનના કમીશનિંગ માટે મુંબઈ પહોંચ્યાં. આઈએનએસ ખંડેરી ભારતની કલવરી ક્લાસની બીજી મારક સબમરીન છે. જેને પી-17 શિવાલિક ક્લાસના યુદ્ધ જહાજની સાથે નેવીમાં સામેલ કરવામાં આવી છે. આજે જ રક્ષા મંત્રી વિમાન વાહક ડ્રાઈડોકની પણ આધારશિલા રાખશે. 


UN: ઈમરાન ખાનની હેટ સ્પીચનો ભારતે 'રાઈટ ટુ રિપ્લાય' હેઠળ આપ્યો જડબાતોડ જવાબ


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...