PAK-ચીનના થંડરબર્ડને માત આપતા સ્વદેશી `તેજસ`માં રક્ષા મંત્રી રાજનાથ સિંહે ભરી ઉડાન
રક્ષા મંત્રી રાજનાથ સિંહે (Rajnath Singh) બેંગ્લુરુમાં લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) તેજસમાં (Tejas) ઉડાણ ભરી. રાજનાથ સિંહ પહેલા એવા રક્ષા મંત્રી બન્યા જેમણે લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસમાં ઉડાણ ભરી છે.
નવી દિલ્હી: રક્ષા મંત્રી રાજનાથ સિંહે (Rajnath Singh) બેંગ્લુરુમાં HAL એરપોર્ટથી લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) તેજસમાં ઉડાણ ભરી. રાજનાથ સિંહ પહેલા એવા રક્ષા મંત્રી બન્યા જેમણે લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસમાં ઉડાણ ભરી છે. રાજનાથ સિંહ લગભગ અડધો કલાક સુધી તેજસ વિમાનમાં રહેશે. 3 વર્ષ અગાઉ જ તેજસને વાયુસેનામાં સામેલ કરાયું હતું. હવે તેજસનું અપગ્રેડ વર્ઝન પણ આવવાનું છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ સ્વદેશી બનાવટના આ વિમાનને તેજસ નામ આપ્યું હતું. તેજસ દુનિયાનું સૌથી નાનું અને હળવુ ફાઈટર જેટ છે. તેની સ્પીડ 2000 કિમીથી પણ વધુ છે અને તે 5000 ફૂટથી વધુ ઊંચાઈએ ઉડી શકે છે.
તેજસ ફાઈટર જેટને 21 ફેબ્રુઆરી 2019ના રોજ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) દ્વારા ફાઈનલ ઓપરેશન ક્લિયરન્સ (FOC) સ્ટાન્ડર્ડ સર્ટિફિકેટ દ્વારા જારી કરાયું હતું. FOC સ્ટાન્ડર્ડ સર્ટિફિકેટ આપવાનો અર્થ એ છે કે તેજસ હવે મુકાબલા માટે તૈયાર છે. તેજસ હવામાં ઈંધણ ભરવા, ઈલેક્ટ્રોનિક યુદ્ધ સુઈટ, અનેક અલગ અલગ પ્રકારના બોમ્બ, મિસાઈલ અને હથિયારો જેવી ટેક્નોલોજીથી લેસ છે.
13 સપ્ટેમ્બર 2019ના રોજ જ્યારે તેજસના નૌસેનિક વર્ઝને ગોવામાં સમુદ્રી તટ આધારિત ટેસ્ટ ફેસિલિટી (SBTF) INS હંસામાં વાયર અરેસ્ટ લેન્ડિંગ કર્યું ત્યારે એક તે મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત કરવામાં સફળ રહ્યું હતું. વાયર અરેસ્ટેડ લેન્ડિંગ કરનારા તેજસ વિમાનને ચીફ ટેસ્ટ પાઈલટ કમોડોર જયદીપ એ મૌલંકરે ઉડાવ્યું હતું. DRDOએ વાયર અરેસ્ટ લેન્ડિંગને ઈન્ડિયન નેવલ એવિએશનના ઈતિહાસમાં ગોલ્ડન લેટર ડે કહ્યું હતું.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...