જવાનોને પ્રોત્સાહન આપતાં રક્ષા મંત્રીએ કહ્યું- `કોઈ આંખ ઉઠાવીને જુઓ તો તેને મુંહતોડ જવાબ આપીશું`
લેહ અને જમ્મૂ કાશ્મીરની બે દિવસીય મુલાકાત પર ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહએ લદ્દાખમાં જવાનોને સંબોધન કર્યું. તેમણે કહ્યું કે, અહીં હાજર તમામ બહાદુર જવાનો, આ મારું સોભાગ્ય છે કે તમારે દર્શન કરવાની તક મળી. તમે સેનાના જવાન જ નહીં, તમે ભારતની શાન છો. તમાર કામ પર સમગ્ર દેશને ગર્વ છે. આજે તમને મળીને ખુશી છે તો જવાનોની શહીદી પર દુ:ખ પણ છે.
નવી દિલ્હી: લેહ અને જમ્મૂ કાશ્મીરની બે દિવસીય મુલાકાત પર ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહએ લદ્દાખમાં જવાનોને સંબોધન કર્યું. તેમણે કહ્યું કે, અહીં હાજર તમામ બહાદુર જવાનો, આ મારું સોભાગ્ય છે કે તમારે દર્શન કરવાની તક મળી. તમે સેનાના જવાન જ નહીં, તમે ભારતની શાન છો. તમાર કામ પર સમગ્ર દેશને ગર્વ છે. આજે તમને મળીને ખુશી છે તો જવાનોની શહીદી પર દુ:ખ પણ છે.
આ પણ વાંચો:- Coronavirusને સમજવાનું થયું સરળ, સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યા આ 11 નવા લક્ષણ
રક્ષા મંત્રીએ કહ્યું, ભારત જવાનોની શહીદીને ભૂલશે નહીં. પ્રધાનમંત્રીએ પણ કહ્યું છે કે, તેમનું બલિદાન વ્યર્થ નહીં જાય. હું મસ્તક ઝુકાવી તમારા માતા પિતાની વંદના કરુ છું. તમે માત્ર સરહદની જ સુરક્ષા નથી કરી, તમે ભારતના 130 કરોડ ભારતીયોની સુરક્ષા કરી છે. તમે બધુ જ સહન કરી શકો છો, પરંતુ તમારા આત્મસમ્માન પર નુકસાન પહોંચાડી શકે તે સહન કરી શકતા નથી.
આ પણ વાંચો:- J&K: કુલગામમાં સુરક્ષા દળે ઠાર માર્યા બે આતંકી, 2 જવાન ઘાયલ
રાજનાથ સિંહે કહ્યું કે, સૌથી મોટું આત્મસમ્માન હોય છે રાષ્ટ્રીય આત્મસમ્માન. આપણા રાષ્ટ્રની સીમાઓ પર જો કોઇ આંખ ઉઠાવીને જોવાનો પ્રયત્ન કરે છે, તો આપણું રાષ્ટ્રિય આત્મસમ્માન જાગી ઉઠે છે. ભારત આત્મસમ્માન સાથે સમાધાન કરશે નહીં. જો કોઇ નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરશે તો તેને મુંહતોડ જવાબ આપીશું. તમારા બધા પર સમગ્ર દેશને ગર્વ છે. તમારા બધા પર સમગ્ર દેશે વિશ્વાસ છે. તમારા બધા વચ્ચે હું મારી જાત પર ગર્વ અનુભવુ છું.
આ પણ વાંચો:- દેશમાં કોરોનાનો આંકડો 10 લાખને પાર, એક દિવસમાં આવ્યું ભયજનક પરિણામ
રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું, ભારતની એક ઈંચ જમીન કોઇ લઇ શકશે નહીં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સશક્ત છે. તેને કોઈ સ્પર્શ પણ કરી શક્શે નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube