નવી દિલ્હી: લેહ અને જમ્મૂ કાશ્મીરની બે દિવસીય યાત્રા પર ગયેલા ભારતના રક્ષા મંત્રી રાજનાથ સિંહે લદ્દાખમાં જવાનોને સંબોધિત કર્યા. તેમણે કહ્યું કે 'અહીં હાજર તમામ બહાદુર જવાનો, આ મારું સૌભાગ્ય છે કે તમારા દર્શન કરવાનો મોકો મળ્યો. તમે સેનાના જવાન જ નહી, ભારતની શાન છો. તમારા કામ પર દેશને ગર્વ છે. આજે તમને મળીને ખુશી છે તો જવાનોના બલિદાનનો ગમ પણ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રક્ષા મંત્રીએ કહ્યું કે 'ભારતના જવાનોનું બલિદાન ભૂલાશે નહી. વડાપ્રધાને પણ કહ્યું કે તેમનું બલિદાન વ્યર્થ નહી જાય. હું માથું ઝુકાવીને તમારા માતા પિતાને વંદન કરું છું. તમે ફક્ત સીમાની સુરક્ષા જ કરી નથી, તમે ભારતના 130 કરોડ ભારતીયોની સુરક્ષા કરી છે. તમે બધુ સહન કરી શકો છો. પરંતુ તમે સ્વાભિમાન પર ચોટ સહન કરી શકતા નથી. 


રાજનાથ સિંહે કહ્યું કે 'સૌથી મોટું સ્વાભિમાન હોય છે રાષ્ટ્રીય સ્વાભિમાન. આપણા રાષ્ટ્રની સીમાઓ પર જો કોઇ આંખ ઉઠાવીને જોવાનો પ્રયત્ન કરે છે તો અમારો રાષ્ટ્રીય સ્વાભિમાન જાગી ઉઠ્યું છે. ભારત સ્વાભિમાન સાથે સમાધાન કરશે નહી. 


જો કોઇ ઇજા પહોંચવાનો પ્રયત્ન કરશે તો તેમને જડબાતોડ જવાબ દેશે. તમારા બધા પર આખા દેશને ગર્વ છે. દેશને તમારા પર વિશ્વાસ છે. તમે લોકો વચ્ચે પોતાને ગૌરવન્વિત અનુભવ કરું છું. રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે 'ભારતની એક ઇંચ જમીન કોઇ અડકી શકશે નહી. વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત સશક્ત છે. તેને કોઇપણ અડકી શકશે નહી.
 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube