નવી દિલ્હી: રક્ષા મંત્રી રાજનાથ સિંહ આજે બેંગ્લુરુમાં લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) તેજસમાં ઉડાણ ભરશે. બે સીટવાળા સ્વદેશી બનાવટના આ ફાઈટર વિમાનમાં પહેલીવાર રક્ષા મંત્રી ઉડાણ ભરશે.  તેજસને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અને એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી દ્વારા ડિઝાઈન અને બનાવવામાં આવ્યું છે. આ સિંગલ એન્જિન ફાઈટરના સામેલ થવાથી વાયુસેનાને મિગ 21 બાઈસન વિમાનને બદલવાની મંજૂરી મળી જશે. ડિસેમ્બર 2017માં ભારતીય વાયુસેના દ્વારા 83 તેજસ વિમાનો માટે પ્રસ્તાવ (RFP) પસાર કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે 83 તેજસ વિમાનમાંથી 10 બે સીટવાળા હશે અને ભારતીય વાયુસેના આ વિમાનોનો ઉપયોગ પોતાના પાઈલટોની તાલિમ માટે  કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેજસ ફાઈટર જેટને 21 ફેબ્રુઆરી 2019ના રોજ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) દ્વારા ફાઈનલ ઓપરેશન ક્લિયરન્સ (FOC) સ્ટાન્ડર્ડ સર્ટિફિકેટ દ્વારા  જારી કરાયું હતું. FOC સ્ટાન્ડર્ડ સર્ટિફિકેટ આપવાનો અર્થ એ છે કે તેજસ હવે મુકાબલા માટે તૈયાર છે. તેજસ હવામાં ઈંધણ ભરવા, ઈલેક્ટ્રોનિક યુદ્ધ સુઈટ, અનેક અલગ અલગ પ્રકારના બોમ્બ, મિસાઈલ અને હથિયારો જેવી ટેક્નોલોજીથી લેસ છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...