જનરલ બિપિન રાવત બન્યા દેશના પહેલા CDS, સરકારે કરી સત્તાવાર જાહેરાત
બિપિન રાવત સરકારના સૌથી મોટા સૈન્ય સલાહકાર હશે. સીડીએસે 31 ડિસેમ્બરે પદભાર સંભાળવાનો છે.
નવી દિલ્હીઃ દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS)ના નામની સરકારે સત્તાવાર રીતે જાહેરાત કરી દીધી છે. વર્તમાન સેના પ્રમુખ જનરલ બિપિન રાવત (Bipin Rawat)ને દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બનાવવામાં આવ્યા છે. બિપિન રાવત સરકારના સૌથી મોટા સૈન્ય સલાહકાર હશે. સીડીએસે 31 ડિસેમ્બરે પદભાર સંભાળવાનો છે. 31 ડિસેમ્બરે જ જનરલ બિપિન રાવત સેના પ્રમુખના પદ પરથી નિવૃત થઈ રહ્યાં છે. ત્યારબાદ લેફ્ટિનેન્ટ જનરલ મનોજ મુકુંદ નરવાને સેના પ્રમુખનું પદ સંભાળશે.
સરકારે 24 ડિસેમ્બરે સત્તાવાર રીતે સીડીએસ બનાવવાની જાહેરાત કરી હતી. સીડીએસ ફોર સ્ટાર જનરલ હશે અને તેઓ રક્ષા મંત્રાલય અંતર્ગત આવનારા એક નવા વિભાગ, ડિપાર્ટમેન્ટ ઓફ મિલિટ્રી અફેયર્સના સેક્રેટરી તરીકે કામ કરશે અને સરકારને સૈન્ય મામલા પર સલાહ આપશે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
વાંચો ભારતના અન્ય સમાચાર......