નવી દિલ્હી : પુલવામા હુમલા બાદ 26 ફેબ્રુઆરીએ ભારતીય વાયુસેનાની તરફથી પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદનાં સ્થળો પર કરાયેલી એર સ્ટ્રાઇકનાં પુરાવા મુદ્દે સુત્રોના હવાલાથી મોટા સમાચાર આવી રહ્યા છે. સંરક્ષણ વિભાગના સુત્રો અનુસાર પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (પીઓકે)માં જૈશના આતંકવાદી સ્થળો પર એરસ્ટ્રાઇકના પુરતા પુરાવા સેના પાસે છે. ઇમેજ નિષ્ણાંતોનાં એરસ્ટ્રાઇકનાં ટાર્ગેટ પર સટીક પ્રહાર મુદ્દે સવાલ ઉઠાવ્યા બાદ સેનાના એક સુત્રએ આ અંગે માહિતી આપી. એરક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, સરકાર તસ્વીરોને જાહેર કરવા અંગે નિર્ણય લઇ શકે છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીઓકેમે જૈશના આતંકવાદી સ્થળ પર એર સ્ટ્રાઇક મુદ્દે સંરક્ષણ વિભાગે શુક્રવારે કહ્યું હતું કે, ડિફેન્સ વિભાગ પાસે તે અંગેના પુરતા પુરાવાઓ છે. સંરક્ષણ વિભાગનું કહેવું છે કે તેમની પાસે સિન્થેટિક અપર્ચર રડાર તસ્વીર છે, જેનાથી રડારના સ્થળો પર શક્તિશાળી એટેકને સાબિત કરવામાં આવી શકે છે. આ પ્રમાણને બહાર પાડવાનો નિર્ણય હવે સરકારનાં હાથમાં છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, 14 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદે જમ્મુ કાશ્મીરના પુલવામામાં આતંકવાદી હુમલાને પાર પાડ્યો હતો. તેમાં સીઆરપીએફનાં 40 જવાન શહીદ થયા હતા. ત્યાર બાદ ભારતીય વાયુસેનાએ 12 મિરાજ ફાઇટર વિમાન દ્વારા 26 ફેબ્રુઆરીએ અલસુબહ પીઓકેમાં ઘુસીને જૈશના આતંકવાદી સ્થળોને તબાહ કર્યા હતા. પાકિસ્તાને પણ ભારતીય વાયુ સેના લડાકુ વિમાનને પીઓકેમાં ઘુસવાની વાત કબુલી હતી. પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફુરે પણ ટ્વીટ કરીને ભારતીય એરફોર્સનાં LoC ક્રોસ કરવાની વાત કબુલી હતી. જો કે પાકિસ્તાને નુકસાન અંગે ચુપ્પી સાધી લીધી હતી. 

ભારતીય વિદેશી સચિવ વિજય ગોખલેએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, પુલવામામાં સીઆરપીએફ કાફલા પર  પાકિસ્તાન સમર્થિત જૈશ એ મોહમ્મદની તરફથી કરાયેલા આતંકવાદી હુમલાથી નારાજ ભારતની તરફથી મંગળવારે સવારે PoKમાં જૈશના પ્રમુખ સ્થળો પર કાર્યવાહી કરી દેવાઇ. ભારતીય વાયુસેના તરફથી કરાયેલા આ સર્જીકલ સ્ટ્રાઇકમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ચાલી રહેલા જૈશના આતંકવાદી કેમ્પોને નિશાન બનાવતા બોમ્બ વર્ષા કરવામાં આવી હતી.