લખનઉઃ દેશના રક્ષા પ્રધાન રાજનાથ સિંહે મંગળવારે કહ્યું કે, અમારી ધારણા છે કે લોકો જે ધર્મનું પાલન કરી રહ્યાં છે, તેને તે ધર્મનું પાલન કરવાની સંપૂર્ણ આઝાદી છે, પરંતુ પ્રલોભનનો ભય દેખાડીને કોઈનું ધર્માંતરણ કરાવવાનો પ્રયત્ન કરવો મહાપાપથી ઓછો નથી. લખનઉમાં 'એકલ અભિયાન' પરિવર્તન મહાકુંભ 2020ના સમાપન અવસર પર ભાજપના વરિષ્ઠ નેતાએ આ વાત કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રક્ષાપ્રધાને આગળ કહ્યું, 'દેશના કેટલાક વિસ્તારમાં ધર્માંતરણની સમસ્યા પણ છે જેની વિરુદ્ધ સામાજિક જાગરૂકતાની જરૂર છે. બળજબરી કે લાલચ આપીને ધર્માંતરણ કરવું મહાપાપથી કામ નથી. તેને કાયદો અને આક્રમકતાથી રોકવાનું સરળ નથી. તે માટે એકલ અભિયાન જેવા જનજાગરણ અભિયાનની પણ જરૂરીયાત છે.'


ધર્માંતરણ રોકવું સાહસીક કામ
તેમણે કહ્યું કે, એકલ અભિયાને શિક્ષણનું અજવાળું તેવા વિસ્તારમાં પણ ફેલાવવામાં આવે જ્યાં ક્યારેક નક્સલી હિંસાની બોલબાલા હતી. આ ખુબ મોટુ સાહસી કામ છે. જ્યારે આપણે નવા ભારતના નિર્માણની વાત કરીએ તો શિક્ષા અને સાક્ષરતાનું સ્તર દેશભરમાં વધારવાની જરૂર છે. આ કામ સમાજની સક્રિયા ભાગીદારીથી સંભવ છે. 


અભિયાન હવે આંદોલન બની ચુક્યું
રક્ષાપ્રધાને પોતાના ટ્વીટમાં લખ્યું, આજે આ અભિયાન આંદોલનનું રૂપ લઈ ચુક્યું છે. સામાજિક વિકાસની દ્રષ્ટિથી શિક્ષાની સાથે-સાથે સંસ્કાર પણ ખુબ જરૂરી છે. તેમણે આગળ લખ્યું કે, 'એકલ અભિયાન'એ શિક્ષા તથા સંસ્કૃતિના પ્રચાર-પ્રસારમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે.


આ પ્રસંગે લોહિયા લો વિશ્વવિદ્યાલયના આંબેડકર સભાગૃહમાં પ્રખ્યાત કથાકાર રમેશ ભાઈ ઓઝા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહ સંચાલક કૃષ્ણ ગોપાલ પણ હાજર હતા. 


જમ્મૂ-કાશ્મીરના પ્રવાસ પર આર્મી ચીફ નરવણે, સેનાને કહ્યું- પાકની નાપાક હરકતોનો આપો વળતો જવાબ  


એકલ અભિયાન વિશે
એકલ અભિયાન ગ્રામીણ શિક્ષાના ક્ષેત્રમાં પાછલા 31 વર્ષથી ભારતના ગામ-ગામમાં કામ કરી રહ્યું છે. તેની શરૂઆત 1989માં ધનબાદથી શરૂ થઈ હતી. તેમાં વનવાસી આદિવાસીઓ પર ફોકસ કરવામાં આવ્યું છે. તત્કાલ સમય 1 લાખ બે હજાર એક સો વિદ્યાલય ભારતભરમાં ચાલી રહ્યાં છે. મિઝોરમ, મેઘાલય, નાગાલેન્ડમાં હજુ કોઈ શાખા નથી. આ સિવાય ભારતભરમાં કેન્દ્ર છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...