દેહરાદૂનઃ ઉત્તરાખંડની એક મહિલાએ પોતાની તમામ સંપત્તિ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના નામે કરી દીધી છે. દેહરાદૂનની એક 78 વર્ષીય મહિલાએ પોતાની તમામ સંપત્તિ રાહુલ ગાંધીને આપી દીધી છે. તેમાં 50 લાખની સંપત્તિની સાથે-સાથે 10 તોલા સોનું પણ સામેલ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને કારમી હાર મળી હતી. ત્યારબાદ પાર્ટી આંતરિક વિવાદનો સામનો કરી રહી છે. આ વચ્ચે મહિલાએ રાહુલ ગાંધી અને તેના વિચારોને દેશ માટે જરૂરી ગણાવ્યા છે. 


દેહરાદૂન નિવાસી 78 વર્ષિય મહિલા પુષ્પા મુન્જિયાલે પોતાની તમામ પ્રોપર્ટીના માલિક રાહુલ ગાંધીને બનાવી દીધા છે. તેમણે માલિકી હક રાહુલ ગાંધીના નામે કરતા દેહરાદૂન કોર્ટમાં વસીયતનામુ રજૂ કર્યું છે. 


આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલાની બે ઘટના, સીઆરપીએફનો એક જવાન શહીદ


મહિલાનું કહેવું છે કે તે રાહુલ ગાંધીના વિચારોથી ખુબ પ્રભાવિત છે, તેથી તેણે પોતાની તમામ સંપત્તિ રાહુલ ગાંધીના નામે કરી છે. મહિલાની સંપત્તિમાં 50 લાખની ચલ-અચલ સંપત્તિ અને 10 તોલા સોનું સામેલ છે. 


આ મુદ્દા પર કોંગ્રેસના મહાનગર અધ્યક્ષ લાલચંદ શર્માએ કહ્યુ કે, મહિલાએ રાહુલ ગાંધીના નામે પોતાની સંપત્તિનું વસીયતનામુ પૂર્વ પ્રદેશ અધ્યક્ષ પ્રીતમ સિંહને તેમના આવાસ પર જઈને સોંપ્યુ છે. કોંગ્રેસ મહાનગર અધ્યક્ષ લાલચંદ શર્માએ જણાવ્યું કે મહિલાએ કહ્યું કે રાહુલ ગાંધીના પરિવારે આઝાદીથી લઈને આજ સુધી હંમેશા આગળ વધી દેશ માટે પોતાની સર્વોચ્ચ કુર્બાની આપી છે. ભલે ઈન્દિરા ગાંધી ગોય, રાજીવ ગાંધી હોય. તેમણે કહ્યું કે દેશની એકતા અને અખંડતા માટે પોતાના પ્રાણોની કુર્બાની આપી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube