ગુરૂદ્વારાની લંગર સેવાને GST મુક્ત કરવા બદલ PMને મળ્યા અકાલી દળના નેતા
લંગર ઉપરાંત ધાર્મિક સંસ્થાઓ કે જે ફ્રી પ્રસાદ સેવા આપે છે તે તમામ સંસ્થાઓને જીએસટીમાંથી મુક્તિ અપાઇ છે
નવી દિલ્હી : ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી હરસિમરત કૌર બાદલનાં નેતૃત્વમાં શુક્રવારે શિખોનું એક પ્રતિનિધિમંડળનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. પ્રતિનિધિમંડળમા શિરોમણિ ગુરૂદ્વારા પ્રબંધક કમિટીનાં સભ્યોનો સમાવેશ થાય છે. વડાપ્રધાન કાર્યાલયનાં એક નિવેદન અનુસાર આ પ્રતિનિધિ મંડળે કેન્દ્ર સરકારની સેવા ભોજ યોજના માટે વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો. જે અંતર્ગત ગુરૂદ્વારા સહિત ધાર્મિક સંસ્થાઓ દ્વારા નિ: શુલ્કઆપવામાં આવતા લંગર અને પ્રસાદની સામગ્રીઓ પર સીજીએસટી તથા આઇજીએશટીના કેન્દ્રીય હિસ્સાની ચુકવણીનું પ્રાવધાન છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુરૂદ્વારા સહિત ઘણી પરમાર્થ સંસ્થાએ લંગર અને પ્રસાદનું નિશુલ્ક વિતરણ કરે છે. કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌરે પોતાનાં ટ્વીટર એકાઉન્ટ સાથે આ મુલાકાતની તસ્વીર શેર કરતા લખ્યું કે, અકાલ દળના એક પ્રતિનિધિમંડળે આજે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરીને લંગર અને અન્ય સામુદાયિક મફત ભોજ સેવા પરથી કેન્દ્રીય કર હટાવવા મુદ્દે ન માત્ર શિખ સમુદાયની તરફથી પરંતુ દરેક ધર્માર્થ સમુદાયની તરફથી કૃતજ્ઞતા વ્યક્ત કરી.
હરસિમરત કૌરના અનુસાર પ્રતિનિધિમંડળે ગન્ના ખેડૂતનાં હિતમાં કેન્દ્ર દ્વારા ઉઠાવવામાં આવેલ અલગ અલગ પગલાઓ મુદ્દે પણ વડાપ્રધાન મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે પરમાર્થ ધાર્મિક સંસ્થાઓ સાથે તેનાં મફત ભોજન વિતરણ માટે ખરીદાયેલ સામાન અંગે વસુલાયેલા માલ અને સેવાકર (જીએસટી)ને પરત આપવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગમંત્રી હરસિમરત કૌર બાદલે 1 જુને આ માહિતી આપી હતી.
હરસિમરતે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે, ધાર્મિક સંસ્થા દ્વારા જનતાને મુફત ભોજન ઉપલબ્ધ કરાવવા માટે ખરીદાયેલા સામાન અંગે વસુલાયેલ જીએસટીમાંથી કેન્દ્ર પોતાનો હિસ્સો રિફંડ કરશે. કેન્દ્રએ એવા કાચા માલ પર જીએસટીનાં પોતાના હિસ્સાને સેવા ભોજ યોજના હેઠળ પરત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાષ્ટ્રીય જનતાંત્રીક ગઠબંધન (એનડીએ)માં રહેલા શિરોમણી અકાલી દળ અને શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતી (એસજીપીસી)એ ગુરૂદ્વારામાં લંગર માટે ખરીદવામાં આવનારા ભોજન સામગ્રી અંગે જીએસટીની છુટની માંગ કરી હતી. ત્યાર બાદ આ પગલું ઉઠાવવામાં આવ્યું છે. હરસિમરતે આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નાણામંત્રી અરૂણ જેટલીને પણ પત્ર લખ્યો હતો.
ધાર્મિક સંસ્થાઓની લંગર સામગ્રી પર વસુલવામાં આવેલ જીએસટી રિફંડ યોજના માટે 2018 19થી 2019 20 સુધી 325 કરોડ રૂપિયાનાં આર્થિક પ્રાવધાનો કરવામાં આવ્યા છે. તેને કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલયે આદેશ આપ્યો છે અને સેવા ભોજ યોજના હેઠળ આ રકમ ઉપલબ્ધ કરાવવામાં આવશે.