નવી દિલ્હી: કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે મોટી ઘટના ઘટી છે. દિલ્હીની સિંઘુ બોર્ડર પર એક અજાણ્યા વ્યક્તિની નિર્દયતાપૂર્વક હત્યાનો મામલો સામે આવ્યો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ ખેડૂત આંદોલન સ્થળ કુંડલીમાં સિંઘુ બોર્ડર પર ગુરુવારે મોડી રાતે એક યુવકની ઘાતકી રીતે હત્યા કરવામાં આવી.યુવકની ઓળખ પંજાબના તરનતારનના લખબીર સિંહ તરીકે થઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાથ કાપીને મોતને ઘાટ ઉતારાયો
પોલીસે મૃતદેહને કબ્જે કર્યો છે તથા સોનીપતની મોર્ચરીમાં રાખવામાં આવ્યો છે. એફએસએલ  (FSL) ની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ 35 વર્ષના યુવકનો જમણો હાથ કાપીને મોતને ઘાટ ઉતારી નાખવામાં આવ્યો. યુવકનો મૃતદેહ સંયુક્ત કિસાન મોરચા  (SKM) ના મુખ્ય મંચ પાસે મળી આવ્યો છે. યુવકના શરીર પર ધારદાર હથિયારથી હુમલાના નિશાન મળ્યા છે અને તેનો હાથ કાંડેથી કાપી નાખવામાં આવ્યો છે. પોલીસ હાલ આ મામલે વધુ જાણકારી આપતા બચી રહી છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube