દિલ્હી: પશ્ચિમપુરીમાં મધરાતે ભીષણ આગ લાગી, 250 જેટલા ઝૂપડાં બળીને ખાખ
રાજધાની દિલ્હીમાં ગણતરીના કલાકોમાં ફરીથી ભીષણ આગ લાગવાની બીજી મોટી ઘટના ઘટી છે. બુધવારે એટલે કે આજે પશ્ચિમપુરી વિસ્તારમાં આવેલી ઝૂપડપટ્ટીમાં ભીષણ આગ લાગી. આ આગમાં લગભગ 250 જેટલા ઝૂપડાં બળીને ખાખ થઈ ગયાં. આગ પર કાબુ મેળવવા માટે ઘટનાસ્થળે ફાયરની 20 જેટલી ગાડીઓ હાજર છે.
નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં ગણતરીના કલાકોમાં ફરીથી ભીષણ આગ લાગવાની બીજી મોટી ઘટના ઘટી છે. બુધવારે એટલે કે આજે પશ્ચિમપુરી વિસ્તારમાં આવેલી ઝૂપડપટ્ટીમાં ભીષણ આગ લાગી. આ આગમાં લગભગ 250 જેટલા ઝૂપડાં બળીને ખાખ થઈ ગયાં. આગ પર કાબુ મેળવવા માટે ઘટનાસ્થળે ફાયરની 20 જેટલી ગાડીઓ હાજર છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈના રિપોર્ટ મુજબ ઝૂપડપટ્ટીમાં મધરાતે 1.15 કલાકે આગ લાગી હતી. ત્યારબાદ અફરાતફરીમાં ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. એક અધિકારીએ જણાવ્યું કે આ ઘટના બાદ ફાયરની 28 ગાડીઓને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. પરંતુ સાંકડી ગલીઓના કારણે ફાયરની ગાડીઓને ઘટનાસ્થળે પહોંચવામાં તકલીફ પડી.
ત્યારબાદ આગ ઓલવવામાં લગભગ એક કલાક જેવો સમય વીતી ગયો. પોલીસને ઘટનાસ્થળેથી નાના મોટા ગેરકાયદે સિલિન્ડરો મળી આવ્યાં છે. આગ લાગવાનું કારણ જો કે હજુ જાણવા મળ્યું નથી. છેલ્લે મળતી માહિતી મુજબ આગ પર હાલ કાબુ મેળવી લેવાયો છે. કુલિંગ ઓપરેશન હાલ ચાલુ છે.