નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં જંતર-મંતર પર ધરણા કરી રહેલા કુસ્તીબાજો અને પોલીસ વચ્ચે બોલાચાલી અને ઝપાઝપીનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં ઘણો અવાજ સંભળાય છે. બુધવારે (3 મે) રાત્રે લગભગ 11.30 વાગ્યે વિરોધ કરી રહેલા કુસ્તીબાજો અને દિલ્હી પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી.


રેસલરોનો આરોપ છે કે વરસાદને કારણે બેડ મંગાવવામાં આવ્યા હતા. પોલીસે તેને આવતા રોકી દીધા. આ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ધક્કામુક્કી થઈ ગઈ. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સ્ટાર રેસલર બજરંગ પુનિયા અને પોલીસ વચ્ચે બોલાચાલી થઈ રહી છે. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube