રાહુલ દિલ્હીને પુર્ણ રાજ્ય બનાવવા અંગે વલણ સ્પષ્ટ કરે નહી તો PM પદનું સપનું ભુલી જાય: AK
ભાજપનાં ઇશારે એલજીથી માંડીને અધિકારીઓ દ્વારા અમારી સરકાર સાથે ઓરમાયુ વર્તન કરવામાં આવી રહ્યું છે
નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલે ઇન્દિાર ગાંધી સ્ટેડિયમથી દિલ્હીને પુર્ણ રાજ્યનો દરજ્જો આપવા માટેની માંગણી મુદ્દે પાર્ટીના આંદોલનનું બ્યુગલ વગાડી દીધું છે. સ્ટેડિયમમાં મહાસમ્મેલન કરતા તેમણે કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી દિલ્હીને પુર્ણ રાજ્ય અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરે નહી તો વડાપ્રધાન બનવાનું ભુલી જાય.
કેજરીવાલે કહ્યું કે, તેઓ ઉપરાજ્યપાલ અનિલ બૈજલને મળવા માટે તેમની પાસે ગયા, પરંતુ નવ દિવસ સુધી બૈજલે તેમની સાથે મુલાકાત નહોતી કરી. તેમણે કહ્યું કે, દિલ્હીની જનતા તેમને 2019માં તેનો જવાબ આપશે. કેજરીવાલે પુછ્યું કે, કોઇ અન્ય રાજ્યનાં રાજ્યપાલમાં એટલી હિમ્મત હોઇ શકે છે કે તે જનતાના પસંદગી પામેલા મુખ્યમંત્રીએ 9 દિવસ સુધી ન મળે. ઉપરાજ્યપાલે દિલ્હીના 2 કરોડ લોકોનું અપમાન કર્યું છે. તેમણે આગળ કહ્યું કે, LG અને ભાજપે દિલ્હીનાં લોકોનો મજાક બનાવીને મુકી દીધી છે. હું તમને પુછવા માંગુ છું કે તમે મત્ત એલજીને આપ્યો હતો કે કેજરીવાલને.
મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે,હું ઉપરાજ્યપાલને પોતાનાં બાળકો માટે નોકરી નહોતા માંગી રહ્યા.અમે તેમની ઓફીસમાં નવ દિવસ સુધી બેઠા રહ્યા, તેણે ત્રણ પત્રો લખ્યા. તેમ છતા પણ તેઓ નહોતા મળ્યા. મે તેમને મેસેજ પણ મોકલ્યો, જો કે તેમણે કોઇ જ જવાબ નહોતો આપ્યો.અમે તેમને દિલ્હીનાં લોકોની ભલાઇ માટે મળવા ગયા હતા.
દિલ્હી મુખ્યમંત્રીએ કહ્યુ કે, જ્યારે દિલ્હીમાં અમારી સરકાર બની તો અમે વિજળીના ભાવ અડધા કરીને દેખાડે. પાણી મફત કરીને દેખાડ્યું. દિલ્હી પોલીસ અમને સોંપી દેવામાં આવે, પુર્ણ સ્વતંત્ર બનાવી દો, અમે દિલ્હીને અપરાધમુક્ત કરીને દેખાડીશું. આમ આદમી પાર્ટી નેતા ગોપાલ રાયે કહ્યું કે, પાર્ટી આ મુદ્દે મોટુ અભિયાન ચાલુ કરવા જઇ રહી છે.