દિલ્હી: વિધાનસભા ચૂંટણી માટે AAPએ 70 ઉમેદવારોની યાદી જાહેર કરી, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ
વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ 70 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. સીએમ અરવિંદ કેજરીવાલ નવી દિલ્હીથી ચૂંટણી લડશે. જ્યારે ડેપ્યુટી સીએમ મનિષ સિસોદીયા પટપડગંજથી ચૂંટણીના મેદાનમાં ઉતરશે. 46 સિટિંગ MLAને ટિકિટ અપાઈ છે.
નવી દિલ્હી: વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ 70 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. સીએમ અરવિંદ કેજરીવાલ નવી દિલ્હીથી ચૂંટણી લડશે. જ્યારે ડેપ્યુટી સીએમ મનિષ સિસોદીયા પટપડગંજથી ચૂંટણીના મેદાનમાં ઉતરશે. 46 સિટિંગ MLAને ટિકિટ અપાઈ છે. 15 સિટિંગ MLAને રિપ્લેસ કરાયા છે. આમ આદમી પાર્ટીમાંથી આ વખતે 8 મહિલાઓને પણ ટિકિટ અપાઈ છે. AAPએ તમામ મંત્રીઓને ફરીથી ટિકિટ આપી છે. 9 નવા ઉમેદવારોને ટિકિટ અપાઈ છે. આ ઉપરાંત હાલમાં જ આપમાં સામેલ થયેલા કોંગ્રેસના નેતા મહાબલ મિશ્રાના પુત્ર વિનયને દ્વારકાથી ટિકિટ અપાઈ છે. નરેલાથી શરદ ચૌહાણ, બુરાડીથી સંજીવ ઝા, કિરાડીથી ઋતુરાજ ઝા અને માલવીય નગરથી સોમનાથ ભારતીને ટિકિટ અપાઈ છે.
જમ્મુ-કાશ્મીર: બરફના તોફાને મચાવી તબાહી, 5 જવાન શહીદ, પાંચ નાગરિકના મોત
અત્રે જણાવવાનું કે વર્ષ 2012માં આમ આદમી પાર્ટીની રચના બાદ પાર્ટી પ્રમુખ તરીકે અરવિંદ કેજરીવાલે પહેલીવાર 2013માં દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં નવી દિલ્હી સીટથી તત્કાલિન મુખ્યમંત્રી શીલા દિક્ષિતની સામે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો હતો. તે વખતે દિલ્હીના રાજકારણમાં શીલા દિક્ષિત સામે ચૂંટણી લડવી એ મોટી વાત હતી. શીલા દિક્ષિત સતત ત્રણવાર દિલ્હીના મુખ્યમંત્રી બન્યા હતાં. આથી ચૂંટણીનો મુકાબલો રસપ્રદ હતો.
આ ચૂંટણીમાં કેજરીવાલે શીલા દિક્ષિતને 25,864 મતોથી હરાવ્યાં હતાં. જો કે ત્યારબાદ કોંગ્રેસ સાથે મળીને કેજરીવાલે દિલ્હીમાં સરકાર બનાવી હતી. આ સરકાર 49 દિવસ ચાલી અને ત્યારબાદ કેજરીવાલ જ્યારે દિલ્હી વિધાનસભામાં જનલોકપાલ બિલ આવ્યાં તો કોંગ્રેસે તેમને સમર્થન ન આપ્યું અને આ બિલ પાસ થઈ શક્યું નહીં.
જુઓ LIVE TV
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube