દિલ્લી એઈમ્સના તબીબોએ માતાનાં ગર્ભમાં રહેલા એક બાળક પર સફળ હાર્ટ સર્જરી કરી છે. બલૂન ડિલેશન નામનું આ ઓપેરશન ગર્ભમાં રહેલા બાળકનાં દ્રાક્ષ જેટલા આકારનાં હ્દય પર કરવામાં આવી છે. સર્જરીમાં જોખમ હતું, પણ તબીબો સફળતાપૂર્વક સર્જરી કરી. બાળકને ગર્ભમાં જ હ્દયની તકલીફ હોવાનું નિદાન થયું હતું, જો કે બાળકના માતાપિતા સ્વસ્થ બાળકને જન્મ આપવા માગતા હતા, તેથી તેમણે સર્જરીનો વિકલ્પ પસંદ કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાળક-માતા બંનેની તબિયત સ્થિર
જે બાળક પર સર્જરી કરવામાં આવી છે, તે અત્યારે તેની 28 વર્ષની માતા ગર્ભમાં છે. આ પહેલાં મહિલા ગર્ભમાં જ ત્રણ બાળકોને ગુમાવી ચૂક્યા છે. સ્વસ્છ બાળકને જન્મ આપવાની આશા સાથે મહિલા પર એઈમ્સનાં કાર્ડિયોથોરાસિસ સાયન્સીઝ સેન્ટરમાં સર્જરી કરવામાં આવી હતી. ઈન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ્સ અને ફેટલ મેડિસીન સ્પેશ્યાલિસ્ટની ટીમે સર્જરી સફળતાથી પૂર્ણ કરી હતી. સર્જરી બાદ ગર્ભસ્થ બાળક અને તેની માતા બંનેની હાલત સ્થિર છે.


તબીબોનું માનીએ તો ઘણી વાર માતાના ગર્ભમાં રહેલા બાળકમાં હ્દયની તકલીફ હોવાનું નિદાન થાય છે. કેટલીક વખત ગર્ભમાં જ બાળકની સર્જરી કરવાથી જન્મ બાદ બાળકની સ્થિતિ સુધરી જાય છે અને તે સામાન્ય જિંદગી જીવી શકે છે.


જો તમારું આધાર કાર્ડ 10 વર્ષ જૂનું હોય તો ફટાફટ કરો આ કામ, નહીં તો...


ખેડૂતોની આવક બમણી કરવા ખાસ યોજના, જાણો કેવી રીતે મેળવી શકો છો લાભ?


ચા સાથે ભૂલેચૂકે આ 6 વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ, સ્વાસ્થ્ય માટે ઝેર જેવી


કેવી રીતે કરવામાં આવી સર્જરી?
બલૂન ડાઈલેશન સર્જરી કરતી વખતે ગાઈડન્સ માટે તબીબોએ અલ્ટ્રાસાઉન્ડનો ઉપયોગ કર્યો હતો. તબીબોએ આ માટે માતાનાં પેટના માધ્યમથી બાળકનાં હ્દયમાં એક સોય પસાર કરી હતી. ત્યારબાદ બલૂન કેથેટરનો ઉપયોગ કરીને વાલ્વને ખુલ્લો કરાયો, જેથી લોહીનો પ્રવાહ સામાન્ય થઈ શકે. સર્જરી કરનાર તબીબોને આશા છે કે જન્મ બાદ બાળકની તકલીફ ઘણી ઓછી થઈ જશે. 


જો કે તબીબો એ વાત પણ સ્વીકારે છે કે આ હાર્ટ સર્જરી અત્યંત જોખમી હતી. ગર્ભમાં રહેલા બાળક માટે સર્જરી જીવલેણ સાબિત થવાની પણ સંભાવના હતી. સર્જરીને ઘણી ઝડપથી પૂર્ણ કરવી જરૂરી હતી, જેમ કે તેમાં હ્દયનાં મોટા ચેમ્બરને પંકચર કરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયામાં નાની ભૂલ થાય તો પણ બાળકનો જીવ જઈ શકે છે. સર્જરીમાં ઘણી ઝડપથી બાળકનાં હ્દયમાં પંકચર કરીને તેને મોટું કરવામાં આવ્યું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube