નવી દિલ્હીઃ VR Chaudhary Takes Charge:  મિગ-29ના ફાઇટર પાયલટ એર ચીફ માર્શલ વીઆર ચૌધરીએ 27માં વાયુસેના પ્રમુખ તરીકે પોતાનો ચાર્જ સંભાળી લીધો છે. ચીફ ઓફ એર સ્ટાફ વીઆર ચૌધરીએ વર્તમાન વાયુસેના પ્રમુખ આરકેએસ ભદૌરિયાનું સ્થાન લીધુ છે, જે આજે નિવૃત થયા છે. વીઆર ચૌધરી 1982માં વાયુસેનામાં સામેલ થયા હતા અને ફાઇટર-સ્ટ્રીમ સાથે સંબંધ ધરાવે છે. તેઓ મિગ-29 ફાઇટર જેટના પાયલટ રહી ચુક્યા છે અને છેલ્લા 39 વર્ષના કરિયરમાં ઘણી કમાન અને સ્ટાફની નિમણૂંક કરી ચુક્યા છે. તેઓ હાલ સહ-વાયુસેના પ્રમુખ (વાઇસ ચીફ ઓફ એર સ્ટાફ) પદ પર તૈનાત હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વીઆર ચૌધરી આ પહેલા એરફોર્સ એકેડમીમાં ઇન્સ્ટ્રક્ટર પદ પર પણ પોતાની સેવાઓ આપી ચુક્યા છે. પાછલા વર્ષે પૂર્વી લદ્દાખ સાથે લાગેલી એલએસી પર જ્યારે ચીનની સાથે વિવાદ થયો હતો, ત્યારે તેઓ વાયુસેનાની પશ્ચિમી કમાનના કમાન્ડિંગ ઇન ચીફ હતા. તેમની દેખરેખમાં વાયુસેનાએ પૂર્વી લદ્દાખમાં પોતાના ઓપરેશન કર્યા હતા. ગુરૂવારે વાયુસેના પ્રમુખનો પદભાર સંભાળ્યા બાદ એચ ચીફ માર્શલ, વીઆર ચૌધરીએ બધા વાયુ યૌદ્ધાઓના નામે સંદેશમાં સ્પષ્ટ કહ્યુ- આપણા રાષ્ટ્રની સંપ્રમભુતા અને અખંડતાની સુરક્ષા કોઈપણ કિંમત પર નક્કી કરવાની છે. 


Corona Virus: સરકારે ફરી આપી ચેતવણી, કહ્યું- તહેવારોની સીઝનમાં સાવચેતી રાખવી જરૂરી


વીઆર ચૌધરી પ્રમાણે ભારતમાં સંપૂર્ણ સ્પેસ ઇકો-સિસ્ટમ સિવિલ સિસ્ટમનું છે. તેમાં મિલિટ્રી-ભાગીદારીની કમી છે. તેવામાં દેશમાં સશસ્ત્ર સેનાઓ માટે નેક્સ્ટ જનરેશન સ્પેસ ટેક્નોલોજીનો અભાવ છે. મહત્વનું છે કે પીએમ મોદી સતત સેનાઓને હાઈ-બ્રીડ (સાઇબર અને સ્પેસ વગેરે) વોરફેયર માટે તૈયાર રહેવાનું આહ્વાન કરી રહ્યાં છે. તેવામાં વીઆર ચૌધરીની નિમણૂંક ખુબ મહત્વની માનવામાં આવી રહી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube