એર હોસ્ટેજે પતિને કર્યો મેસેજ, પછી લોહીથી લથબથ લાશ મળી
દિલ્હીના હૌજખાસ વિસ્તારમાં શનિવારે એક એર હોસ્ટેજની લાશ મળી આવતાં હડકંપ મચી ગયો. 39 વર્ષની અનીશિયા બત્રાની લાશ તેના પોતાના ઘર નીચેથી જમીન પર લોહીથી લથબથ સંદિગ્ધ હાલતમાં મળી હતી. પોલીસે જ્યારે આસપાસના લોકો પાસેથી ઘટનાની જાણકારી મળી.
નવી દિલ્હી: દિલ્હીના હૌજખાસ વિસ્તારમાં શનિવારે એક એર હોસ્ટેજની લાશ મળી આવતાં હડકંપ મચી ગયો. 39 વર્ષની અનીશિયા બત્રાની લાશ તેના પોતાના ઘર નીચેથી જમીન પર લોહીથી લથબથ સંદિગ્ધ હાલતમાં મળી હતી. પોલીસે જ્યારે આસપાસના લોકો પાસેથી ઘટનાની જાણકારી મળી. મહિલાને પતિએ તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડી. અહીં પહોંચતાં ડોક્ટરોએ મહિલાને મૃત જાહેર કરી દીધી. મહિલા સાત વર્ષોથી પોતાના પતિ સાથે હૌજખાસ વિસ્તારમાં રહેતી હતી.
પતિએ કહ્યું, ધાબા પરથી કૂદીને કરી આત્મહત્યા
કેસ તપાસ કરવા પહોંચેલી પોલીસે મહિલા પતિ મયંકને જણાવ્યું કે તેમની પત્ની લુફ્તાંસા એરલાઇન્સમાં એર હોસ્ટેજ હતી. તેણે સંભાવના વ્યક્ત કરી કરે તેની પત્નીએ ધાબા પરથી કૂદીને આત્મહત્યા કરી છે. પોલીસે તપાસને આગળ વધરવા માટે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે. પોલીસ ઘણા પાઆઓને ધ્યાનમાં રાખી કેસની તપાસ કરી રહી છે. પોલીસ મહિલાના પતિને પૂછપરછ સાથે આ બંને સંબંધો વિશે પણ આસપાસના લોકોને પૂછપરછ કરી.
વોટ્સઅપ પર આપી હતી આત્મહત્યાની જાણકારી
એરહોસ્ટેજના પતિ મયંકને પૂછપરછમાં પોલીસને જણાવ્યું કે અનીશિયાએ આત્મહત્યા કરતાં પહેલાં તેના વોટ્સઅપ પર એક સંદેશ મોકલ્યો હતો. તેમણે લખ્યું હતું કે તે કોઇ મોટું પગલું ભરવા જઇ રહી છે. આ મેસેજથી લાગે છે કે તે મેસેજ દ્વારા આત્મહત્યા વિશે જણાવવા જઇ રહી હતી. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ઘટન વિશે મહિલાના પતિ મયંક ઘર પર ન હતો. એવામાં પોલીસ આ વાતની તપાસ કરી રહી છે કે તેના પતિએ આત્મહત્યા કરતાં કેમ ન રોકી.