નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (BJP) ના યુવા મોરચાના કાર્યકરોએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરના ગેટ પર ભગવો રંગ લગાવીને પ્રદર્શન કર્યું છે. BJYM ના કાર્યકરોને રોકવા માટે દિલ્હી પોલીસે વોટર કેનનનો પણ ઉપયોગ કર્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કારણે થયો વિરોધ
અત્રે જણાવવાનું કે ભાજપ યુવા મોરચાના કાર્યકરો, સીએમ અરવિંદ કેજરીવાલના કાશ્મીરી હિન્દુઓ પર અપાયેલા નિવેદનનો વિરોધ કરી રહ્યા હતા. પ્રદર્શન દરમિયાન ભાજપના યુવા નેતાઓએ ખુબ નારા લગાવ્યા. આ પ્રદર્શન દરમિયાન તેજસ્વી સૂર્યા, ચહલ, વૈભવ સિંહ સહિત દિલ્હી પ્રદેશ યુવા મોરચાના સેંકડો કાર્યકરો હાજર હતા. 


ડે.સીએમએ લગાવ્યા આ આરોપ
આ પ્રદર્શનને લઈને દિલ્હીના ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયાએ ટ્વીટ કરીને ભાજપ પર નિશાન સાધ્યું છે. સિસોદિયાએ ટ્વીટ કરીને કહ્યું કે દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘર પર અસામાજિક તત્વોએ હુમલો કરીને સીસીટીવી કેમેરા અને સિક્યુરિટી બેરિયર તોડી નાખ્યા. ગેટ પર લાગેલા બૂમ બેરિયર પણ તોડી નાખ્યા. અન્ય એક ટ્વીટ કરીને કહ્યું કે ભાજપના ગુંડા સીએમ કેજરીવાલના ઘર પર તોડફોડ કરતા રહ્યા. ભાજપની પોલીસ તેમને રોકવાની જગ્યાએ તેમને ઘરના દરવાજા સુધી લઈ આવી. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube