ઝી મીડિયા/બ્યૂરો :દિલ્હી વિધાનસભા ઈલેક્શન (Delhi Assembly elections 2020) ને લઈને દિલ્હી પોલીસે પોતાની તૈયારીઓ કરી લીધી છે. દિલ્હી પોલીસ (Delhi Police) ની જણાવ્યા અનુસાર, કુલ 2689 પોલિંગ બૂથમાંથી 545 પોલિંગ બૂથ સંવેદનશીલ માનવામાં આવે છે. 21 કાઉન્ટિંગ સેન્ટર સ્કોરની મલ્ટી લેયર સિક્યોરિટી (Delhi security) ની વ્યવસ્થા કરવામાં આવી છે. કોઈ આતંકી ઘટનાને રોકવા માટે તમામ પ્રકારની તૈયારીઓ કરી લેવામાં આવી છે. પહેલીવાર ઈવીએમ મશીનને પહેલા જ પોલિંગ બૂથ સુધી પહોંચાડી દેવામાં આવ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્ર સરકારે રાશન કાર્ડ મામલે મોટો નિર્ણય લીધો, 1 જૂનથી આખા દેશમાં થઈ જશે લાગુ 


દિલ્હીને અડતી બોર્ડર પર સખત ચેકિંગ
પોલીસના જણાવ્યા અનુસાર, બોર્ડર પર ચેકિંગ પણ કડક કરી દેવામાં આવ્યું છે, જેથી ઈલેક્શનના સમયે આવનારા અપરાધિક તત્વોને પડકાર આપી શકાય. સાથે જ ઈલેક્શનના સમયે વોટર્સને વહેંચવામાં આવનાર ગેરકાયદેસર દારૂને રોકવામાં આવી શકે. ઈલેક્શનની જાહેરાત થયા બાદ પોલીસે અત્યાર સુધી 96796 લીટર ગેરકાયદેસર દારુ અને સાથે જ 774 કિલો ડ્રગ્સ પકડી પાડ્યો છે. આ દરમિયાન પોલીસે 494 ગેરકાયદેસર હથિયાર પર પકડ્યા છે. ઈલેક્શનની સંવેદનશીલતાને જોતા જ અંદાજે 7397 લાયસન્સવાળા હથિયાર પણ પોલીસે કબજામાં લઈ લીધા છે. 


યમુના પર બોટ દ્વારા પેટ્રોલિંગ
શાહીનબાગને લઈને પોલીસે પૂરતી તૈયારીઓ કરી લીધી છે. કોઈ પણ પ્રકારની તકલીફ ન થાય તે માટે અહીં પણ પોલિંગની તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. દિલ્હી પોલીસનું કહેવુ છે કે, જો કોઈ આચાર સંહિતાનું ઉલ્લંઘન કરતુ દેખાયું અને વાંધાજનક મેસેજ મોકલે છે અથવા તો સોશિયલ મીડિયા પર મેસેજ નાખે છે તો તેની ફરિયાદ નોડલ ઓફિસરના નંબર પર 81300 99105 અને ફેક્સ 011- 28031130 પર કરી શકાય છે. દિલ્હીવાસીઓ પોતાની ફરિયાદ acp-cybercell-dl@nic.in પર પણ મેઈલ કરી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...