દિલ્હી ચૂંટણી Live: દિલ્હીમાં બપોરે 3 કલાક સુધી માત્ર 30.18% મતદાન
આ ચૂંટણી મુકાબલામાં સત્તામાં રહેલી આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ મુખ્ય રૂપથી મેદાનમાં છે. આ ચૂંટણીમાં કુલ 672 ઉમેદવાર પોતાનું ભાગ્ય અજમાવી રહ્યાં છે.
નવી દિલ્હીઃ Delhi Assembly Election 2020: દિલ્હીની તમામ 70 સીટો માટે આજે સવારે 8 કલાકથી મતદાન શરૂ થશે. આ ચૂંટણી મુકાબલામાં સત્તામાં રહેલી આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ મુખ્ય રૂપથી મેદાનમાં છે. આ ચૂંટણીમાં કુલ 672 ઉમેદવાર પોતાનું ભાગ્ય અજમાવી રહ્યાં છે. દિલ્હીના 1,47,86,382 મતદાતા આજે નક્કી કરશે કે દિલ્હીની સત્તા કોને મળશે. ચૂંટણીનું પરિણામ 11 ફેબ્રુઆરીએ આવશે. તો મતદાન સાંજે 6 કલાકે સમાપ્ત થશે. જુઓ Live updates
જાણો બપોરે 3 વાગ્યા સુધી કેટલું થયું મતદાન
દિલ્હીમાં બપોરે 3 કલાક સુધીમાં 30.18 ટકા મતદાન થયું છે. હવે મતદાનમાં માત્ર 3 કલાક બાકી છે. સાંજે 6 કલાકે મતદાન સમાપ્ત થઈ જશે.
પૂર્વ ઉપરાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ કર્યું મતદાન
ભારતના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ કામરેજ લેન સ્થિત બુથ પર મતદાન કર્યું હતું.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube