નવી દિલ્હીઃ દિલ્હીમાં મતદાન સંપન્ન થઈ ગયું અને હવે આજે (11 ફેબ્રુઆરી) પરિણામ આવશે. તમામ પાર્ટીઓએ ચૂંટણી પ્રચારમાં ખુબ જોર લગાર્યું અને દિવસ-રાત પ્રચાર કર્યો હતો. ચૂંટણી બાદ ઘણી મીડિયા ચેનલોએ એક્ઝિટ પોલ જાહેર કર્યાં છે, જેમાં આમ આદમી પાર્ટીની સરકાર બનતી જોવા મળી રહી છે. ભારતીય જનતા પાર્ટી પાછળ જોવા મળી રહી છે તો કોંગ્રેસ તો મુકાબલામાંથી બહાર છે. પરંતુ તમામ પાર્ટીઓ પોત-પોતાની જીતનો દાવો કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ચૂંટણી વિવાદિત નિવેદનોને લઈને પણ યાદ કરવામાં આવશે. પાર્ટી નેતાઓએ ચૂંટણી જીતવા માટે દરેક તરબીક અજમાવી જેથી તેને રાજકીય લાભ મળી શકે. આ દરમિયાન ઘણા વિવાદિત નિવેદન સામે આવ્યા જેના પર ચૂંટણી પંચે કાર્યવાહી કરી અને નેતાઓને નોટિસ ફટકારી હતી. શાહીન બાગ અને નાગરિકતા સંશોધિત કાયદા જેવા મુદ્દા પણ ચૂંટણી દરમિયાન છવાયેલા રહ્યાં, તો પાકિસ્તાનની પણ એન્ટ્રી થઈ હતી. 


એક્ઝિટ પોલમાં આપ સરકાર
દિલ્હી વિધાનસભા ચૂંટણી લઈને કરવામાં આવેલા એક્ઝિટ પોલથી ખ્યાલ આવે છે કે આમ આદમી પાર્ટી એકવાર ફરી દિલ્હીમાં સરકાર બનાવવા જઈ રહી છે. તો ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ પહેલા કરતા સારી થતી જોવા મળી રહી છે પરંતુ તે સત્તા પર બેસવા માટે પૂરતી નથી. ભારતીય જનતા પાર્ટી છેલ્લા બે દાયકાથી રાજધાનીની સત્તાથી દૂર છે. 


ભાજપને જીતનો વિશ્વાસ
રાજધાની દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ આવ્યા પહેલા ભારતીય જનતા પાર્ટીને હજુ પણ જીતની આશા છે. એક્ઝિટ પોલના દાવાને નકારતા ભાજનના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ કહ્યું કે, અમને દિલ્હીમાં 48 સીટ મળશે. મનોજે દાવો કર્યો કે એક્ઝિટ પોલ ઘણીવાર ખોટા પડે છે, અમે પંજાબમાં આમ થતું જોયું છે. આ પહેલા મતદાન વાળા દિવસે મીડિયાને તેમણે કહ્યું હતું કે, 'મારી સાથે જ્યારે મારા માતાના આશીર્વાદ છે તો બધુ યોગ્ય હશે. મને લાગે છે કે અમે 50થી વધુ સીટ જીતીશું અને દિલ્હીમાં સરકાર બનાવીશું. અહીં કમળ ખિલશે.'


આપનો જીતનો દાવો
દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ વિધાનસભા ચૂંટણીમાં મોટા અંતરથી જીતનો દાવો કર્યો છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં તમામ 70 સીટો પર શનિવારે મતદાન સંપન્ન થયા બાદ સિસોદિયાએ આ દાવો કર્યો હતો. આ પહેલા તેમણે કહ્યું હતું કે, આ વખતે શિક્ષાની જીત થશે અને આમ આદમી પાર્ટી બીજીવાર સત્તામાં વાપસી કરશે. મતદાન સંપન્ન થયા બાદ સિસોદિયાએ એક ટ્વીટ કરીને કહ્યું, 'મતદાન પૂર્ણ થયું! તમામ કાર્યકર્તા સાથીઓને દિલથી શુભેચ્છા. બધાએ વહેલી સવારથી મોડી રાત સુધી, અને કેટલાકે તો અંતિમ દિવસોમાં 24 કલાક કામ કર્યું. આપણા બધાનો સંબંધ કેટલો નિસ્વાર્થ અને મજબૂત છે આ ચૂંટણી તે વાતનું પ્રમાણ છે.' તેમણે કહ્યું કે, અમે મોટા અંતરથી જીતી રહ્યાં છીએ. બધા સાથીઓને મહેનત માટે દિલશી સલામ. 


ચૂંટણીમાં 60 ટકા મતદાન
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે શનિવારે સમાપ્ત થયેલા મદતાનમાં 62 ટકાથી વધુ મતદાન થયું હતું. દિલ્હી વિધાનસભાની કુલ 70 સીટો માટે ભારે સુરક્ષા વચ્ચે સવારે 8 કલાકે શરૂ થયેલું મતદાન સાંજે 6 કલાકે સમાપ્ત થયું હતું. આ ચૂંટણીમાં કુલ 672 ઉમેદવારો મેદાનમાં હતા. દિલ્હીમાં કુલ 1.47 કરોડ મતદાતા નોંધાયેલા હતા. મહત્વનું છે કે દિલ્હીમાં 2015માં થયેલી ચૂંટણીમાં 67.12 ટકા મતદાન થયું હતું. 


2015માં આમ આદમી પાર્ટીએ રચ્યો હતો ઈતિહાસ
2015માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 70માંથી 67 સીટો જીતીને ઈતિહાસ રચ્યો હતો. આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર 3 સીટ મળી હતી. તો કોંગ્રેસનું ખાતું ખાલી રહ્યું હતું. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...