નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (આપ)નો જાદૂ ચાલી ગયો છે. અરવિંદ કેજરીવાલનું સતત ત્રીજીવાર દિલ્હીના સીએમ બનવાનું નક્કી થઈ ગયું છે. દિલ્હીની જનતાએ શાહીન બાગ અને નાગરિકતા સંશોધન કાયદો (CAA)ના મુદ્દાને નકારતા સ્થાનીક મુદ્દાના આધારે મત આપ્યા છે. પાછલી ચૂંટણીની જેમ કોંગ્રેસનું આ વખતે પણ ખાતું પણ ખુલી શક્યું નથી. તો ભાજપે પોતાની ટેલી મજબૂત કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેજરીવાલ વિવાદિત મુદ્દાથી રહ્યાં દૂર
આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ચતુરાઈ સાથે વિવાદિત મુદ્દાથી દૂર રહીને સ્થાનીક મુદ્દા પર લોકો પાસે મત માગ્યા હતા. કેજરીવાલે ચૂંટણીમાં શિક્ષા, સ્વાસ્થ્ય અને રોજગાર જેવા મુદ્દા ઉઠાવ્યા અને જનતાની વચ્ચે આ આધાર પર મત માગ્યા હતા. ભાજપે શાહીન બાગ અને સીએએના મુદ્દાને આક્રમકતાથી ઉઠાવ્યો પરંતુ દિલ્હીએ તેને નકારી દીધો છે. 


કેજરીવાલની સામે મજબૂત ઉમેદવાર નહીં
દિલ્હી ચૂંટણીમાં કેજરીવાલની ટક્કરનો કોઈ નેતા વિપક્ષ રજૂ ન કરી શક્યો. પાછલા 5 વર્ષમાં કેજરીવાલે કરેલા સારા કામોથી જનતામાં સારો સંદેશ ગયો અને જનતાએ દિલ ખોલીને કેજરીવાલને મત આપ્યા છે. કેજરીવાલની મજબૂતીનો અંદાજ તે વાત પરથી લગાવી શકાય છે કે ન તો ભાજપ અને ન તો કોંગ્રેસે આ ચૂંટણીમાં સીએમ ઉમેદવારની જાહેરાત ન કરી હતી. 


હનુમાનજીએ દિલ્હીની જનતા પર કૃપા વરસાવી, જીત બાદ બોલ્યા અરવિંદ કેજરીવાલ


ભાજપના આંકડામાં સુધાર
2015 ચૂંટણીમાં ભાજપને 3 સીટો પર જીત મળી હતી પરંતુ આ વખતે ભગવા દળે પોતાની ટેલીને મજબૂત કરી છે. ભાજપે આ ચૂંટણીમાં શાહીન બાગ અને સીએએને મુદ્દો બનાવ્યો હતો પરંતુ તેનાથી પાર્ટીને વધુ ફાયદો થયો નથી. પાર્ટીને આ મુદ્દાના ભરોસે જીતનો વિશ્વાસ હતો પરંતુ કેજરીવાલના કામની સામે ભાજપ ફેલ થઈ ગયું છે. 


કોંગ્રેસનું શું થશે?
આ ચૂંટણીમાં સૌથી ખરાબ સ્થિતિમાં રહી છે. 2015 ચૂંટણીમાં કોંગ્રેસને કોઈ સીટ ન મળી અને આ વખતે પાર્ટીનું ખાતું ખુલ્યું નથી. પાર્ટીની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. તેને મળેલા મતોની ટકાવારી પણ સિંગલ આંકડામાં પહોંચી ગઈ છે. કોંગ્રેસે હાર પણ સ્વીકારી લીધી છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...