સ્ટેડિયમમાં કૂતરાને ફેરવવા માટે ખેલાડીઓની પ્રેક્ટિસ બંધ કરાવી, વિવાદોમાં ઘેરાયા IAS અધિકારી
કહેવામાં આવી રહ્યું છે કે સાંજે 6:30 વાગે મોટાભાગે આ જોવામાં આવ્યું છે કે સ્ટેડિયમના ગાર્ડ સીટી વગાડતાં મેદાન ખાલી કરાવી દે છે. ત્યારબાદ IAS અધિકારી સંજીવ ખિરવાર પોતાના કુતરાને સ્ટેડિયમામાં ફેરવતાં જોવા મળે છે. જોકે ત્યાગરાજ સ્ટેડિયમને વર્ષ 2010 ના કોમનવેલ્થ ગેમ્સ માટે બનાવવામાં આવ્યું હતું.
Delhi Government: દિલ્હી સરકારના ત્યાગરાજ સ્ટેડિયમ સાથે જોડાયેલા એક સમાચાર આજે ખૂબ ચર્ચામાં રહ્યા. જોકે આ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરવ માટે આવેલા ખેલાડીઓ દ્રાર સતત ફરિયાદ કરવામાં આવતી હતી કે તેમને સાંજે 6:30 વાગ્યા સુધી ટ્રેનિંગ ખતમ કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. આ એટલા માટે નહી કે સ્ટેડિયમનો સમય પુરો થઇ જાય છે પરંતુ એટલા કહેવામાં આવે છે કે જેથી દિલ્હી સરકારના પ્રિન્સિપલ સેક્રેટરી (રેવેન્યૂ) સંજીવ ખિરવાર પોતાના કુતરાને સ્ટેડિયમાં ફેરવી શકે.
કહેવામાં આવી રહ્યું છે કે સાંજે 6:30 વાગે મોટાભાગે આ જોવામાં આવ્યું છે કે સ્ટેડિયમના ગાર્ડ સીટી વગાડતાં મેદાન ખાલી કરાવી દે છે. ત્યારબાદ IAS અધિકારી સંજીવ ખિરવાર પોતાના કુતરાને સ્ટેડિયમામાં ફેરવતાં જોવા મળે છે. જોકે ત્યાગરાજ સ્ટેડિયમને વર્ષ 2010 ના કોમનવેલ્થ ગેમ્સ માટે બનાવવામાં આવ્યું હતું.
દિલ્હી સરકારે શું પગલાં લીધા?
આ સ્ટેડિયમમાં રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના એથલિટ્સ પ્રેક્ટિસ સાથે અહીં ફૂટબોલ ખેલાડી પણ પ્રેક્ટિસ કરે છે. એવામાં સમાચાર સામે આવ્યા કે આ ખેલાડીઓને પરેશાનીનો સામનો કરવો પડે છે તો દિલ્હી સરકાર પણ તાત્કાલિક એક્શનમાં જોવા મળી.
દિલ્હી સરકારે આ કેસને સંજ્ઞાન લેતાં એક આદેશ જાહેર કરતાં કહ્યું કે હવેથી દિલ્હીમાં તમામ સ્ટેડિયમ રાત્રે 10 વાગ્યા સુધી ખુલશે. દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ તેની જાણકારી ટ્વીટ દ્રારા આપી. તેમણે લખ્યું કે સ્ટેડિયમ જલદી બંધ થતાં ખેલાડીઓને ખૂબ મુશ્કેલી પડે છે ત્યારબાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તમામ સ્ટેડિયમને રાત્રે 10 વાગ્યા સુધી ખુલ્લા રાખવાનો આદેશ આપ્યો છે જેથી ખેલાડીઓને કોઇ મુશ્કેલી ન થાય.
જોકે જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આ મામલે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે આજકાલ ગરમી ખૂબ હોય છે જેના કારણે ખેલાડીઓને સમસ્યા થાય છે. સાંજે 6-7 વાગે સ્ટેડિયમ બંધ થઇ જાય છે. અમે ઓર્ડર જાહેર કર્યો છે કે તમામ સ્પોર્ટ્સ ફેસિલિટી રાત્રે 10 વાગ્યા રહે, જેથી સાંજ સુધી પણ સ્પોર્ટ્સમેન તેનો ઉપયોગ કરી શકે. પરંતુ જ્યારે દિલ્હીના પ્રિંસિપલ સેક્રેટરી દ્રારા સ્ટેડિયમમાં કુતરા ફેરવવા વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેમણે તેનો કોઇ જવાબ આપ્યો નહી.
તો બીજી તરફ દિલ્હીના નવા ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેના સાથે તેમના શપથ સમારોહ બાદ આ મુદ્દે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેમણે પણ જવાબ આપવાનું ટાળ્યું. તેના પર દિલ્હીના ભાજપ સાંસદ પ્રવેશ વર્માને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે આ ઘટના સામે આવ્યા બાદ તેમણે પ્રિંસિપાલ સેક્રેટરી સંજીવ ખિરવારને ફોન કરી જાણકારી આપવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ વાત થઇ શકી ન હતી.
ખિરવારે કહ્યું- સ્ટેડિયમ બંધ થઇ ગયા જાવ છું
રિપોર્ટ અનુસાર મંગળવારે સાંજે 7:30 વાગ્યા બાદ પોતાને કુતરાને લઇને પહોંચ્યા. પાલતૂ જાનવરોને ટ્રેક અને ફૂટબોલના મેદાનમાં ફરવા જોવા મળ્યા. સિક્યોરિટી ગાર્ડ પણ આસપાસ જોવા મળ્યા. તો બીજી તરફ ખિરવારે કહ્યું 'હું કોઇ એથલીટને સ્ટેડિયમ છોડવા માટે ક્યારેય કહીસહ નહી. હું સ્ટેડિયમ બંધ થયા બાદ જાવ છું...અમે કુતરાને ટ્રેક પર છોડતા નથી... જ્યારે કોઇ આસપાસ ન હોય તો અમે તેને છોડી દઇએ છીએ પરંતુ જોઇ કોઇ વાંધો હશે હું તેને રોકી દઇશ.
અધિકારી સંજીવ ખિરવારે આરોપોને ગણાવ્યા ખોટા
આ મામલે આઇએએસ અધિકારી સંજીવ ખિરવારે કહ્યું કએ આ તમામ આરોપો ખોટા છે કે મારા કારણે ખેલાડીઓની પ્રેકટિસમાં મુશ્કલી થાય છે. જોકે ખિરવારે એ સ્વિકાર્યું કે તે ક્યારે ક્યારેક પોતાના કુતરાને ફેરવવા માટે સ્ટેડિયમ જાય છે. મીડિયા રિપોર્ટસ અનુસાર ગત એક અઠવાડિયામાં ત્રણ સા6જે સ્ટેડિયમની મુલાકાત લીધી હતી, સ્ટેડિયમના ગાર્ડે લગભગ 6:30 વાગે ટ્રેક પર આવી જાય છે અને સાત વાગ્યા સુધી ટ્રેકને ખાલી કરાવી દે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube