Delhi Teenager Murder Case: માત્ર 350 રૂપિયા ચોરી કરવા માટે આ વ્યક્તિએ લગભગ 60 વખત માથા, ગળા અને કાન પર હુમલો કર્યો. જ્યારે તેને ખાતરી થઈ ગઈ કે હવે તે જીવિત નથી તો તેણે ડેડબોડી પાસે ડાન્સ પણ કર્યો. આ હચમચાવી નાખે તેવી ઘટના ઉત્તર પૂર્વ દિલ્હીના વેલકમ વિસ્તારની છે. આ હિચકારી ઘટનાથી વિસ્તારના લોકો હતપ્રત છે. વાત જાણે એમ છે કે 16 વર્ષા એક છોકરાએ તેની ઉંમરની આજુબાજુના એક છોકરાની ફક્ત 350 રૂપિયા માટે હેવાનિયત અને ક્રુરતા આચરીને હત્યા કરી નાખી. આ ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે. 


સીસીટીવી ફૂટેજથી ખુલ્યું રહસ્ય
દિલ્હી પોલીસના જણાવ્યાં મુજબ મંગળવારે સવારે સવા અગ્યાર વાગ્યાની આજુબાજુ આ ઘટના અંગે જાણકારી મળી. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. સગીર હોવાના કારણે આરોપીના નામ અંગે  પોલીસે જાણકારી આપી નથી. પોલીસનું કહેવું છે કે આરોપી સ્કૂલ ડ્રોપ આઉટ છે. જે સમયે તેણે હત્યાને અંજામ આપ્યો ત્યારે તે દારૂના નશામાં હતો. આરોપી જાફરાબાદનો રહીશ છે. પોલીસનું કહેવું છે કે ધરપકડ બાદ આરોપીની સતત પૂછપરછ ચાલુ છે. આ સાથે જ એ પણ ભાળ મેળવવાની કોશિશ થઈ રહી છે કે તેનો પહેલા કોઈ અપરાધિક રેકોર્ડ છે કે નહીં. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube