નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં આજે સવારે એક બસ અચાનક જ પલટી ખાઈ ગઈ. આ અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા છે. દિલ્હી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (DTC)ની આ બસ વઝીરાબાદ ફ્લાઈઓવર નીચેથી  પસાર થઈ રહી હતી ત્યારે જ આ અકસ્માત થયો. બસ અકસ્માતની સૂચના મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


પોલીસે જણાવ્યું કે આજે સવારે લગભગ 6 વાગે વઝીરાબાદ ફ્લાયઓવરની નીચેથી ડીટીસીની બસ પસાર થઈ રહી હતી. અચાનક બસ ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો, જેના કારણે આખી બસ પલટી ખાઈ ગઈ. પોલીસે જણાવ્યું કે એક ટ્રક સાથે બસની ટક્કર થઈ હતી, જેના કારણે બસ ચાલકે કાબુ ગુમાવ્યો. કહેવાય છે કે અકસ્માત સમયે બસ અને ટ્રક બંનેની ઝડપ વધારે હતી. નસીબ જો કે અકસ્માત સમયે બસમાં બહુ પ્રવાસીઓ નહતાં. જો કે બસમાં જેટલા પણ મુસાફરો હતાં તેમને ગંભીર ઈજાઓ થઈ છે. 



પોલીસે ઘાયલોને નજીકની સરકારી હોસ્પિટલોમાં દાખલ કરાયા છે. કેટલાક મુસાફરોએ ફોન કરીને પોતાના સંબંધી કે જાણીતા લોકોને બોલાવી લીધા. તેમની મદદથી ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી રહ્યાં છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ દ્વારા જારી કરાયેલી તસવીરોથી સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આખી બસ પલટી ગઈ હતી.