નવી દિલ્હી : દિલ્હી સરકારના પરિવહન મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા કૈલાશ ગહલોતની મુશ્કેલીઓ વધતી જોવા મળી રહી છે. સુત્રો અનુસાર આવકવેરા વિભાગનાં દરોડા દરમિયાન આશરે 100 કરોડ રૂપિયાની ટેક્સ ચોરીનાં મુદ્દે માહિતી મળી છે. દરોડા દરમિયાન ગહલોત અને તેમનાં સહયોગીઓની વિદેશમાં પ્રોપર્ટી અંગેની માહિતી મળી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુત્રો અનુસાર વિભાગને તેમનાં બ્લેંક સાઇન શેર ફોર્મ મળ્યા છે. સાથે જ અનેક બેનામી પ્રોપર્ટીઓની પણ માહિતી મળી છે. આ પ્રોપર્ટીઓ કંપનીનાં વર્કરોનાં નામ પણ હોઇ શકે છે. વિભાગને અંદેશો છે કે તેમની તરફથી મોટા પ્રમાણમાં પ્રોપર્ટીનાં પૈસા લગાવવામાં આવ્યા છે, કારણ કે આશરે 175 કરતા વધારે પ્રોપર્ટી વિલના દસ્તાવેજ વિભાગને પ્રાપ્ત થયા છે. 

આ ઉપરાંત ઇન્કમટેક્સે તેમને અહીંથી સવા બે કરોડ રૂપિયા કરતા વધારે રકમની જ્વેલરી જપ્ત કરવામાં આવી છે. સુત્રો તેમ પણ જણાવી રહ્યા છે ગહલોતે શેલ કંપનીઓ દ્વારા પણ પૈસા અને પ્રોપર્ટી ખરીદી છે, કારણ કે તેને એક ડ્રાઇવરનાં નામે પણ પ્રોપર્ટી મળી છે. જો કે હવે સુત્ર જણાવી રહ્યું છે કે, આવક વેરા વિભાગની આ તપાસ બાદ ઇડી અને સીબીઆઇ પણ તેમની વિરુદ્ધ કેસ દાખલ કરી શકે છે. 

વિભાગનાં અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે દિલ્હીનાં પરિવહન મંત્રી ગહલોતની કેટલીય પ્રોપર્ટી મુદ્દે કથિત કર ચોરી મુદ્દે તપાસ અંગે તેમણે દરોડા પાડ્યા. અધિકારીઓએ જણાવ્યું કે, રાષ્ટ્રીય રાજધાની અને ગુડગાંવમાં આવેલ ઓછામાં ઓછા 16 પરિસરો પર આશરે 60 આવકવેરા અધિકારીઓ અને પોલીસ અધિકારીઓની ટીમ દ્વારા દરોડાની કાર્યવાહી કરી. 

દરોડા પાડનાર દળોએ વસંતકુંજ અને ડિફેન્સ કોલોની જેવા વિસ્તારમાં રહેલ પરિસરમાં કાર્યવાહી કરી. તે ઉપરાંત પશ્ચિમ વિહાર, નજફગઢ, લક્ષ્મી નગર તથા ગુડગાંવનાં પાલમ વિહાર વિસ્તારમાં પણ ઓફીસ અને આવાસો પર દરોડા પાડવામાં આવ્યા.આ કાર્યવાહી બ્રિસ્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપર્સ પ્રા.લિ અને કોર્પોરેટ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિઝ નામની બે ફર્મની વિરુદ્ધ કરચોરી મુદ્દે તપાસ મુદ્દે કરવામાં આવી. આ ફર્મોના માલિક ગહલોતનાં પરિવારજનો છે, તેઓ તેનું સંચાલન પણ કરે છે. 

અધિકારીઓએ જણાવ્યું કે, ઘણી લેવડદેવડનાં કારણે અને નફો કથિત રીતે ઓછું જણાવવાનાં કારણે વિભાગે બંન્ને પ્રતિષ્ઠાનોને પ્રમોટરની વિરુદ્ધ કરચોરીની તપાસ ચાલુ કરી. પહેલી કંપની રિયલ એસ્ટેટ ક્ષેત્રની છે જ્યારે બીજી બિન બૈંકિંગ આર્થિક કંપની (એનબીએફસી) છે. નજફગઢ વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્ય ગહલોત દિલ્હીનાં આમ આદમી પાર્ટી સરકારમાં પરિવહન અને કાયદા મંત્રી છે.