CM Arvind Kejriwal એ લીધી કોરોનાની રસી, માતા પિતાને પણ અપાવ્યો પહેલો ડોઝ
મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) દિલ્હીની એલએનજેપી હોસ્પિટલમાં કોરોના વાયરસ રસી મૂકાવી. CM કેજરીવાલ સાથે તેમના માતા પિતાએ પણ કોવિડ-19 રસીનો પહેલો ડોઝ લીધો.
નવી દિલ્હી: મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) દિલ્હીની એલએનજેપી હોસ્પિટલમાં કોરોના વાયરસ રસી મૂકાવી. CM કેજરીવાલ સાથે તેમના માતા પિતાએ પણ કોવિડ-19 રસીનો પહેલો ડોઝ લીધો.
સીએમ કેજરીવાલે મૂકાવી કોરોના રસી
રસી મૂકાવ્યા બાદ સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે હાલ મે અને મારા માતા પિતાએ એલએનજેપી હોસ્પિટલમાં રસી મૂકાવી. અમને કોઈ મુશ્કેલી થઈ નથી. એ સારી વાત છે કે આપણી પાસે કોરોના સામે લડવા માટે રસી ઉપલબ્ધ છે. અમે ત્રણેય લોકોએ કોવિશીલ્ડ રસી મૂકાવી છે.
સીએમ કેજરીવાલે લોકોને કરી આ અપીલ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે દિલ્હીના એલએનજેપી હોસ્પિટલમાં ખુબ સારી સુવિધાઓ છે. રસીથી ડરવાની જરૂર નથી. કોઈ ગેરસમજમાં ન રહો. જે પણ લોકો રસી મૂકવા માટે નિર્ધારિત દાયરામાં આવે છે તેઓ રસી જરૂર મૂકાવે. જેટલી જરૂર પડશે તેટલા સેન્ટર અમે વધારીશું.
ડાયાબિટિસથી પીડિત છે કેજરીવાલ
અત્રે જણાવવાનું કે સીએમ અરવિંદ કેજરીવાલની ઉંમર હાલ 52 વર્ષ છે. તેઓ છેલ્લા 10 વર્ષથી ડાયાબિટિસથી પીડિત છે. ડાયાબીટિસથી પીડિત હોવાના કારણે કેજરીવાલે રસીકરણના આ તબક્કામાં રસીનો પહેલો ડોઝ લીધો.
અત્રે જણાવવાનું કે કોવિડ 19 રસીકરણના આ તબક્કામાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકો કે પછી ગંભીર બીમારીથી પીડિત 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોરોના રસી આપવામાં આવી રહી છે. અત્રે જણાવવાનું કે દિલ્હીના સીએમ કેજરીવાલ પહેલા પીએમ નરેન્દ્ર મોદી અને અનેક કેન્દ્રીય મંત્રીઓ કોવિડ-19 રસીનો પહેલો ડોઝ લઈ ચૂક્યા છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube