નવી દિલ્હી: દિલ્હીની અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) સરકારે ઉપરાજ્યપાલ અનિલ બૈજલ (Anil Baijal)ને અનલોક 3ને લઇને ફરીથી પોતાના જૂના પ્રસ્તાવોની ફાઇલ મોકલી છે. આ તે પ્રસ્તાવ છે જેમને એલ્જીએ ગત થોડા દિવસો પહેલાં રદ કરી દીધા હતા. પ્રસ્તાવમાં દિલ્હી સરકારે માંગ કરી છે કે 'દિલ્હીમાં હોટલ, જીમ અને સાપ્તાહિક બજાર ખોલવામાં આવે.' 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હી સરકારે એલજીને કહ્યું છે કે દિલ્હીમાં હવે સતત કોરોનાના કેસ ઓછા થઇ રહ્યા છે. સ્થિતિ સતત સુધરી રહી છે. કેન્દ્ર સરકારની ગાઇડલાઇન્સના અનુરૂપ દિલ્હી સરકારને નિર્ણય કરવાનો હક છે.


દિલ્હી સરકારે કહ્યું કે દેશમાં ઘણા રાજ્યોમાં કેસ સતત વધી રહ્યા છે અને સ્થિતિ સતત બગડી રહી છે પરંતુ ત્યાં હોટલ, જિમ અને સાપ્તાહિક બજાર ખુલી રહ્યા છે તો દિલ્હીના લોકોને કેમ તેમની આજીવિકા કમાવવાથી રોકવામાં આવી રહ્યા છે.