નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટી (AAP) સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) દિવાળી (Diwali) પહેલા અયોધ્યા જઈ રહ્યા છે. ખુદને રામ ભક્ત ગણાવનાર કેજરીવાલ મંગળવાર 26 ઓક્ટોબરના અયોધ્યા જઈને રામ લલાના દર્શન કરશે. પરંતુ રામ મંદિરને લઈને સુપ્રીમ કોર્ટના નિર્ણય પહેલા તે ઘણીવાર તેના પર સવાલ ઉઠાવી ચુક્યા છે, જેને લઈને તેની ખુબ ટીકા થઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પહેલા રામ મંદિર નિર્માણ માટે ભૂમિ પૂજન પર તેમણે દેશવાસીઓને શુભેચ્છા આપી હતી. કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યુ હતુ કે, ભગવાન રામના આશીર્વાદ આપણા પર બન્યા રહે. તેમના આશીર્વાદથી આપણા દેશને ભૂખમરો, અશિક્ષણ અને ગરીબીથી મુક્તિ મળે અને ભારત વિશ્વનું સૌથી શક્તિશાળી રાષ્ટ્ર બને. આવનારા સમયમાં ભારત દુનિયાને દિશા આપે. જય શ્રીરામ, જય બજરંગ બલી.


આ પણ વાંચોઃ અમિત શાહના કાશ્મીર પર મહેબૂબા મુફ્તી પરેશાન, ટ્વીટ કરી આપી પ્રતિક્રિયા


આ વર્ષે માર્ચ મહિનામાં દિલ્હી વિધાનસભામાં LG ના અભિભાષણ પર ચર્ચા દરમિયાન કેજરીવાલે કહ્યુ હતુ કે તે દિલ્હીમાં રામરાજ્યની અવધારણા લાગૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ અયોધ્યામાં એક ભવ્ય રામ મંદિર બનવા જઈ રહ્યું છે, જ્યારે તે મંદિર બનીને તૈયાર થશે તે દિલ્હીના બધા વૃદ્ધોને ફ્રીમાં અયોધ્યામાં રામ મંદિરના દર્શન કરાવવા લઈ જશે. 


કેજરીવાલે કહ્યુ કે, હું ભગવાન રામ અને હનુમાનનો ભક્ત છું. અમે જનતાની સેવા માટે રામરાજ્યની સંકલ્પનાથી પ્રેરિત થઈને 10 સિદ્ધાંતોનું પાલન કરી રહ્યાં છીએ. કેજરીવાલે કહ્યુ હતુ કે પ્રભુ શ્રીરામ આપણા બધાના આરાધ્ય છે. હું વ્યક્તિગત રીતે હનુમાનજીનો ભક્ત છું અને હનુમાનજી શ્રીરામના ભક્ત છે, તેથી હું બંનેનો ભક્ત છું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube