દિલ્હીના અગ્નિકાંડ સ્થળે પહોંચ્યા CM કેજરીવાલ, મૃતકના પરિવારને 10 લાખ, ઈજાગ્રસ્તોને 50 હજારની સહાય
મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયાનું આર્થિક મદદ કરવામાં આવશે, સાથે તમામ ઈજાગ્રસ્તોને 50-50 હજાર રૂપિયા આપવામાં આવશે. સીએમ કેજરીવાલે મીડિયાને જણાવ્યું હતું કે, આ ઘટનામાં જે પણ દોષિત હશે તેણે બક્ષવામાં આવશે નહીં, તેમના વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે.
Mundka Fire: દિલ્હીવાસીઓ માટે શુક્રવારનો દિવસ ખૂબ જ ભારે રહ્યો હતો. દિલ્હીના મુંડકા પાસે આવેલ મેટ્રો સ્ટેશનની પાસે એક બિલ્ડિંગમાં લાગેલી આગમાં 27 લોકોએ પોતાની જિંદગી ગુમાવી દીધી છે, જ્યારે ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમાંથી અમૂક લોકોની હાલત ખુબ જ ખરાબ છે. આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ઘટના સ્થળે પહોંચ્યા છે. અરવિંદ કેજરીવાલે ઘટના સ્થળે પહોંચીને સમગ્ર ઘટના અંગેની માહિતી મેળવી હતી.
મીડિયા સાથેની વાતચીતમાં કેજરીવાલે જણાવ્યું છે કે મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયાનું આર્થિક મદદ કરવામાં આવશે, સાથે તમામ ઈજાગ્રસ્તોને 50-50 હજાર રૂપિયા આપવામાં આવશે. સીએમ કેજરીવાલે મીડિયાને જણાવ્યું હતું કે, આ ઘટનામાં જે પણ દોષિત હશે તેણે બક્ષવામાં આવશે નહીં, તેમના વિરુદ્ધ સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે.
મળતી માહિતી પ્રમાણે, આ ચાર માળની બિલ્ડિંગ છે. જેણો ઉપયોગ વ્યાવસાયિક રીતે કંપનીઓની ઓફિસ માટે કરવામાં આવતો હતો. દુર્ઘટના બાદ પોલીસે કાર્યવાહી કરતા ફેક્ટરીના માલિકના બન્ને પુત્રોની ધરપકડ કરી લીધી છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube