નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ (Coronavirus)ના કેસ ઝડપથી વધી રહ્યા છે. તો બીજી તરફ કોવિડ 19 (COVID-19)મહામારીથી મરનારાઓનો આંકડો હવે 1.32 લાખ સુધી પહોંચી ગયો છે. દેશમાં કોરોનાથી મૃત્યું દર (Death Rate) 1.47 ટકાની આસપાસ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હી (Delhi)ની વાત કરીએ તો 15 દિવસમાં દિલ્હીમાં લગભગ 1400 લોકોના મોત થયા છે. દિલ્હીની હોસ્પિટલોમાં તો લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્મશાન ઘાટ પર પણ અંતિમ સંસ્કાર માટે વેટિંગ લીસ્ટ છે. 


દિલ્હીમાં નવા કેસ અને મોતનો આંકડો સતત વધી રહ્યો છે. સરકાર મહામારીની સારવાર માટે ઉપાય કરી રહી છે. પરંતુ કોવિડ 19ના વધતા જતા કેસને જોતાં લાગી રહ્યું છે કે ઘણા રાજ્યોમાં સ્થિતિ બગડી શકે છે. 


દેશમાં કોરોના વાયરસ (Coronavirus)થી સંક્રમિત દર્દીઓની સંખ્યા 90.50 લાખ થઇ ગઇ છે જ્યારે કોરોના સંક્રમણથી સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 84.78 લાખ પહોંચી ગઇ છે, જેથી દેશમાં સાજા થનાર લોકોની ટકાવારી 93.67 ટકા વધી ગઇ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે તેની જાણકારી આપી હતી. 


શનિવારે સવારે આઠ વાગે જાહેર થયેલા આંકડા અનુસાર દેશમાં ગત 24 કલાકમાં કોરોના વાયરસ (Coronavirus)ના 46,232 નવા કેસ સામે આવ્યા છે, ત્યારબાદ સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 90,50,597 થઇ ગઇ છે. 


મંત્રાલયના આંકડા અનુસાર કોરોના વાયરસના કારણે ગત 24 કલાકમાં વધુ 564 લોકોના મોત થયા છે, જેથી મરનારાઓની સંખ્યા વધીને  1,32,726 સુધી પહોંચી ગઇ છે. 


દેશમાં કોવિડ 19થી સંક્રમિત થનાર લોકોની સંખ્યા 7 ઓગસ્ટના રોજ 20 લાખને પાર થઇ ગઇ છે. ત્યારબાદ 23 ઓગસ્ટના રોજ 30 લાખ અને 5 સપ્ટેમ્બરના રોજ 40 લાખને પાર થઇ ગઇ છે. 


તેમાં કહેવામાં આવ્યું છે કે 16 સપ્ટેમ્બરના રોજ 50 લાખ, 28 સપ્ટેમ્બરના રોજ 60 લાખ, 11 ઓક્ટોબરના રોજ 70 લાખ તથા 29 ઓક્ટોબરના રોજ 80 લાખને પાર થઇ ગઇ છે. 20 નવેમ્બર સુધી 13.06 કરોડ નમૂનાની તપાસ કરવામાં આવી છે. 


દેશના ઘણા શહેરોમાં Coronaની નવી 'લહેર'
દેશના અન્ય રાજ્યોમાં પણ કોરોના વાયરસ (Coronavirus)ની આગામી લહેર પર નિયંત્રણ મેળવવામાં ભરપૂર પ્રયત્નો શરૂ થઇ ગયા છે. અમદાવાદ પછી સુરત, વડોદરા અને રાજકોટમાં પણ નાઇટ કરફ્યૂ લગાવવામાં આવશે. તો બીજી તરફ મહારાષ્ટ્ર સરકાર દિલ્હી-મુંબઇ વિમાન અને રેલ સેવા રોકવા પર વિચાર કરી રહી છે. 


કોરોના વાયરસ (Coronavirus)ના વધતા જતા કેસને જોતાં હરિયાણામાં 30 નવેમ્બર સુધી તમામ સ્કૂલ-કોલેજો  બંધ કરવાનો નિર્ણય કર્યો છે. શિક્ષકોને પણ સ્કૂલ જવા પર પ્રતિબંધ રહેશે. મુંબઇમાં બીએમસીએ પણ 31 ડિસેમ્બર સુધી તમામ સ્કૂલો બંધ રાખવાનો આદેશ આપ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube